Vadodara

ભરથાણા ટોલનાકા પાસે ટેન્કરમાંથી 28.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા : એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર ભરથાણા ટોલનાકા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી 28.50 લાખના વિદેશી દારૂના જથ્થા,મોબાઇલ અને ટેન્કર મળી 38.65 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસે વધુ એકવાર બિસ્નોઇ ગેંગના દારૂ શહેરમાં દારુ ઘુસાડવાના ષડયંત્રને નાકામીયાબ કર્યું છે.

વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઇ કે એ પટેલની બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત- ભરૂચ તરફથી વાયા કરજણ થઇ વડોદરા તરફ આવવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે પર આવેલા ભરથાણા ટોલનાકા પાસે ભરૂચથી વડદોરા તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યું હતું. ટેન્કરમાંથી ડ્રાઇવર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને નામ પૂછતા ઓમપ્રકાશ મોહનલાલ બીશ્નોઇ (રહે. લુણવા ચારણા થાણા ગુડામલાની તા. ગુડામલાની, જિ. બાડમેર. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેના સાથે રાખીને ટેન્કરમાં તપાસ કરતા 28.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઇલ અ્ને ટેન્કર 10 લાખ સહિત 38.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ચાલકની વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવ્યો હતો અને કોને કેઇ જગ્યા પર ડિલીવરી કરવાનો છે તે બાબતે પૂછપરછ કરી હતી ત્યારે તેણ જણાવ્યું હતું કે દારૂ ભરેલું ટેન્કર ગણપત વનારામ, બિસ્નોઇ (રહે સાંચોર, તા.જિ.સાંચો રાજસ્થાન)ને દિલ્લી બાયપાસ ખરગોદા બ્રિજ નીચે મેકલું હતું. ત્યાંથી લઇને આવ્યા હતો અને વડોદરા દુમાડ ચોકડી પહોંચી બ્રિજ પાસે પાર્ક કરવાની માહિતી જણાવી હતી. જેથી એલસીબીની ટીમે દારૂ સહિતનો જથ્થો મોકલનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top