અધૂરા પ્રયાસો એ મણિપુરને અધમરુ બનાવ્યું – Gujaratmitra Daily Newspaper

Columns

અધૂરા પ્રયાસો એ મણિપુરને અધમરુ બનાવ્યું

છેલ્લા બે મહિનાથી મણિપુરમાં મોત અને વિનાશના ભણકારા સતત ચાલુ છે. વંશીય આદિવાસી હિંસાથી ઘેરાયેલા મણિપુરમાં આવું પહેલીવાર નથી થઈ રહ્યું, ઉત્તર-પૂર્વના મોટાભાગના રાજ્યોમાં એકાધિકાર માટે લડતા આદિવાસી સમુદાયનો ઇતિહાસ જૂનો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા લાંબો સમય શાંતિમાં પસાર થયા બાદ મણિપુર ફરી એકવાર ભયાનક હિંસા તરફ વળ્યું. ભુતકાળમાં પણ આવા પડકારો હતા, ત્યારે ઘર્ષણને ઘટાડવા અર્થપૂર્ણ સંવાદ દ્વારા તોફાની તત્વો સાથે મંત્રણા કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પરંતુ હાલની વર્તમાન પરિસ્થિતિ જેવી સ્થિતી જેમાં સરકાર કે રાજ્ય સામે યુદ્ધ છેડી હિંસા તરફ વળવે તો જો આવી પરિસ્થિતિઓને અટકાવવામાં નિષ્ફળ જાય તો પહેલા સુરક્ષા સાધનો દ્વારા અને આખરે અર્થપૂર્ણ સંવાદ દ્વારા ચપળતાપૂર્વક તેને સંભાળે એ કેન્દ્ર સરકારની જવાબદારી છે.  રસપ્રદ વાત એ છે કે, શાસકો આ બાબતે અજાણ હોય તેવું કંઈ બન્યું નથી. મણિપુર પહેલેથી જ સળગી રહ્યું હતું ત્યારે સુરક્ષાના સાધનસરંજામો કામે લગાવાયા, જે કિંમતિ સમય ગુમાવ્યો તે જ્યારે પહેલાથી મળેલી માહિતીથી સંવેદનશીલ વિસ્તારોમાં દળોને અગાઉથી તૈનાત કરવા સહિત નિવારક પગલાં લઈ શક્યા હોત.

આ ઘટનાની સૌથી વધુ દુર્દશા કેન્દ્ર અને રાજ્યની નિષ્ક્રિયતા કરી છે, જે કોઈક અજ્ઞાત કારણોસર તૈયાર ન હતી. સરકાર જ્યાં સુધી મંત્રણાના માધ્યમો સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહી હતી. મુખ્યત્વે બે વંશીય જૂથો મૈતેઇ સમુદાય અને કુકી-ઝોમી અને નાગા સાથે જોડાયેલા 33 અનુસૂચિત જનજાતિ વચ્ચેનો સંધર્ષ કારણરૂપ છે. મણિપુર હાઇકોર્ટની સિંગલ બેચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી આ સંધર્ષ વધુ વકર્યો હતો. જે 27 માર્ચે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને મૈતેઈને STનો દરજ્જો આપવા માટેની અરજી પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે ભડકો થયો. અહીં જોવાની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે STની યાદીમાં ન્યાયપાલિકાનો આદેશ ફેરફાર ન કરી શકે તે અભિપ્રાય હોવા છતાં હાઈકોર્ટે નિર્દેશ આપ્યો.

હાઈકોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય સરકારના મૌન પર અનેક આંગળી ઉઠી રહ્યી છે. શું કેન્દ્ર સરકાર આવા દિશા-નિર્દેશોની ગંભીર અસરોને સારી રીતે જાણીને આ વિવાદની શક્યતાથી અજાણ હતી? શું જાણી-અજાણ્યે કેન્દ્ર સરકારે ST મુદ્દાને બંધારણીય માધ્યમથી ઉકેલવામાં પોતાની જવાબદારી છોડી દીધી? આખરે, શા માટે પરિસ્થિતિને આવો વિસ્ફોટક વળાંક લેવાની જરૂર પડી? જેમાં બંને પક્ષે 115 થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા અને વ્યાપકપાયે સંપત્તિનો વિનાશ થયો. વિવિધ સ્તરે સંવાદ સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસોમાં વિલંબ શા માટે થયો?

“અમે ભિખારી નથી. અમને એવું લાગે છે કે આપણા નાનકડા રાજ્યમાં અમારા માટે કોઈ કામ નથી. આ દેશના નાગરિક તરીકે, અમે 10 જૂનથી આજ સુધી માનનીય PMને મળવા માટે અહીં રાહ જોઈ રહ્યા છીએ, અમે આશા રાખીએ છીએ કે માનનીય PM અમારા માટે ઓછામાં ઓછી 5-10 મિનિટ ફાળવશે. અમે અહીં PM પાસેથી કંઈક ભીખ માંગવા નથી આવ્યા. અમે નાના રાજ્યમાંથી આવ્યા છીએ, તેમ છતાં અમે ભિખારી નથી’’ ત્રણ વખત મણિપુરના મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળના નેતા ઇબોબી સિંહે આ રીતે નારાજી વ્યક્ત કરી.વડાપ્રધાને મણિપુરના 10 જેટલા પ્રતિનિધિમંડળોની અવગણના કેમ કરી? આ મુદ્દે અત્યાર સુધી કંઈ સાંભળવામાં આવ્યું નથી. ઉપરથી વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ પણ તેમણે હજુ સુધી પરિસ્થિતિ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જ્યાં વિવિધ માધ્યમો દ્વારી સત્તાવાર હસ્તક્ષેપ કરવાની બૂમો કે આજીજી સાંભળવામાં નથી આવી તેને બે મહિના થઈ ચૂક્યા છે, રાહુલ ગાંધી 29મી જૂને બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચ્યાં, શરૂઆતમાં તેમને અસરગ્રસ્ત વિસ્તારો અને શરણાર્થી કેમ્પમાં માર્ગ દ્વારા મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા પણ હેલિકોપ્ટર દ્વારા જવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે કોંગ્રેસે દાવો કર્યો કે મુલાકાત માટે રાજ્યનાં વહીવટીતંત્રએ અગાઉ પરવાનગી આપી હતી પણ એ રસ્તા વચ્ચે હતા ત્યારે અચાનક પાછી લઈ લેવામાં આવી.

કોઈપણ રાષ્ટ્રીય અથવા રાજ્યકીય પાર્ટી જે સ્થળ પર તાગ મેળવવા માટે રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની પહેલ કરી તેમાં રાહુલ ગાંધી પહેલા નેતા હતા અને દેખીતી રીતે વિરોધી બનેલા બંને પીડિત પક્ષોનો હાથ મિલાવ્યા એની વખાણવા લાયક અસર પડી તે રાહુલને જ્યારે રસ્તામાં આગળ વધતા અટકાવવામાં આવ્યા ત્યારે વિરોધ કરી રહેલા પુરુષો અને સ્ત્રીઓની પ્રતિક્રિયા પરથી જાણી શકાય છે. તેમની મુલાકાતે અને હાથ પકડવાથી જે લોકો બે મહિનાથી વધુ સમયથી કોઈક રીતે વિખુટા હતા તેમની એકલતાને તોડી નાંખી. આખરે જીવ ગુમાવનારાઓમાંથી બચી ગયેલા એ હજારો લોકોને સાંભળનાર અને રડવા માટે એક ખભો મળ્યો.

બંને પક્ષે, ખાસ કરીને શાસક તંત્રએ રાહુલના પ્રયાસને હકારાત્મક રીતે લેવા જોઈતા હતા. તેમની મુલાકાતની ટીકા કરતા, તેઓએ સંવેદનશીલ બનવું જોઈએ કે આવી ભયંકર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે લોકોની વાતચીત કરવાની ઈચ્છાને જાણી. વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળની વડા પ્રધાન કે ગૃહ પ્રધાન બંનેમાંથી કોઈ પર પણ અસર થઈ હોય તેની ફ્કત કલ્પના જ કરી શકાય છે, કોઈક અજાણ્યા કારણોસર એ પ્રયાસો આજ સુધી થયા નથી.

તેનાથી વિપરિત, મણિપુરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા બદલ શાસક ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ દ્વારા રાહુલની ‘જિદ્દ’ પર આકરી ટીકા કરી. એ જણાવ્યા વિના કે તેમના મુખ્યમંત્રી બિરેન સિંહ કે પક્ષના કેન્દ્રીય નેતૃત્વમાં હિંસકજૂથો પર પગલાં લેવામાં કેમ અચકાઈ રહ્યાં છે, ઉલટા તેઓ રાહુલ પર રમખાણગ્રસ્ત મણિપુરની મુલાકાતને ફોટો પડાવવાનો ઢોંગ હોવાનો આરોપ મૂક્યો. વડાપ્રધાનના વિદેશ પ્રવાસ માટે રવાના થયાના ચાર દિવસ બાદ ગૃહમંત્રી દ્વારા સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી. તેમણે મીટિંગ દરમિયાન કટોકટીનું નિરાકરણ લાવવા માટે મોદીની ‘અતૂટ પ્રતિબદ્ધતા’ને યોગ્ય રીતે વ્યક્ત કરી, બાકીની વાતો પર અટકળ લગાવી હતી.

રાહુલે તેમની મણિપુર મુલાકાત પછી કહ્યું- “મણિપુરને શાંતિની જરૂર છે. શાંતિ એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ” વડા પ્રધાનની ‘અતૂટ પ્રતિબદ્ધતા’ના ઉદ્દેશને આની સાથે જોડતે તો રાજનીતિનું એક સંયુક્ત રૂપ જોવા મળ્યું હોત જે આ દર્દમાં મલમ તરીકે કામ કરતે. પણ શાસક પક્ષ તરફથી આવી કોઈ પહેલની ગેરહાજરીથી અને બનાવના ઘટનાક્રમે ચૂંટણીની રૂપરેખા સ્વાભાવિક રીતે એવો આંચકો આપ્યો કે વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સામાજિક ધ્રુવીકરણની શંકા ઊભી કરી આ પરિસ્થિતિએ અપેક્ષા કરતાં વધુ ગંભીર વળાંક લઈ લીધો છે. આખા ઉત્તર-પૂર્વ પ્રદેશમાં લગભગ 250 આદિવાસીઓની સાથે આઠ રાજ્યો તેમની વંશીય ઓળખ અને ભવિષ્યને લઈને અસ્વસ્થ થઈ રહ્યા છે તેની અસર શરૂ થઈ છે. નિષ્ણાતોમાં ચિંતા છે કે આના મૂળ સમગ્ર દેશને ઘેરી લે તે પહેલાં ચૂંટણીલક્ષી હિતોને બાજુ પર રાખીને આ કૂંપણને ઉખાડી નાંખવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top