સુરત: સુરત શહેરમાં રખડતાં શ્વાન દ્વારા હુમલાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે સવારે શહેરના લિંબાયત વિસ્તારમાં બે અલગ અલગ ઘટનામાં બે બાળકીને શ્વાન કરડ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘર આંગણે રમતી 6 વર્ષની બાળકી અને મોટી બહેન સાથે સ્કૂલ જતી ધો. 4માં ભણતી બાળકીને શ્વાન કરડતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પહેલી ઘટનાની મળતી માહિતી અનુસાર સુરત શહેરના લીંબાયત નિલગીરી વિસ્તારમાં આવેલા સંજયનગરમાં ઘર બહાર રમતી બાળકીને શ્વાને શિકાર બનાવતા ભાગદોડ મચી ગઈ હતી. માસુમ બાળકીને શ્વાનના મોઢામાં જોઈ લોકોએ દોડી જઈ તેણીને બચાવી લીધી હતી. ઇજાગ્રસ્ત બાળકી ને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડોગ બાઈટ ના બીજા કેસમાં લીંબાયત શ્રીનાથ સોસાયટી-4 નજીક લગભગ 12:30 વાગ્યાના અરસામાં ઘરેથી શાળાએ જતી બે બહેનો પૈકી એક પર 5-6 જેટલા શ્વાનો એ હુમલો કરી જાંઘના ભાગે બચકાં ભર્યા હતા. બહેન પર શ્વાન એટેક જોઈ જીવ બચાવી ભાગવા ગયેલી મોટી બહેન પડી જતા એ પણ ગંભીર રીતે ઘવાય હતી.
ઇજાગ્રસ્ત મોટી બહેન અને ફાલ્ગુની ઉ.વ. 13 (ધોરણ-8 અભ્યાસ) અને ડોગ બાઈટનો ભોગ બનેલી નાની બહેન વૈષ્ણવી સંતોશ ચૌહાણ ઉ.વ.9 રહે રામેશ્વર નગર 122, લીંબયાત (ધોરણ-4 અભ્યાસ) ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાય હતી. હાલ બન્ને ની હાલત સારી છે.
સંજયનગરમાં રહેતા પરેશ સિંધેની 6 વર્ષીય દીકરી આજે સવારે ઘરના આંગણે રમી રહી હતી ત્યારે કૂતરાંઓએ તેની પર હુમલો કર્યો હતો. પરીના થાપા અને જાંઘના ભાગે શ્વાને બચકાં ભર્યા હતા. શ્વાનના હુમલાના લીધે બાળકી રડવા લાગી હતી. તેનો રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી ગયા હતા અને શ્વાનના મોંઢામાંથી છોડાવી તેને બચાવી લીધી હતી.
પરેશભાઇ સિંધે (પીડિત બાળકીના પિતા) એ કહ્યું હતું કે પરી ઘરમાં સૌથી નાની અને લાડકી દીકરી છે. એના બે ભાઈ છે બન્ને શાળા એ ગયા હતા. પરી પણ આંગણવાડીમાં ભણે છે. આજે સવારે પરી ઘરમાં એકલી હતી એટલે કંટાળી ને ઘર બહાર રમવા નીકળી હતી. થોડી વાર બાદ બુમાબુમ થતા દોડીને બહાર ગયા તો ખબર પડી કે પરી શ્વાનનો શિકાર બની છે.
પાડોસીઓની મદદથી શ્વાનના મોઢામાંથી પરીને બચાવી લેવામાં આવી હતી. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાલ તેની તબિયત સારી છે. બાળકીના પિતાએ વધુમાં કહ્યું કે રખડતા શ્વાનનો આંતક નાના બાળકોને શિકાર બનાવી રહ્યો છે. કોઈ સાંભળનારું નથી એ પણ એક સત્ય હકીકત છે.
ધર્મેશભાઈ (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે હું પણ બે દિવસ પહેલા જ શ્વાનનો ભોગ બન્યો છું. છેલ્લાં કેટલાંક દિવસોથી શ્વાન દ્વારા કરડવાના કેસમાં ખૂબ વધારો થયો છે. પાલિકા શ્વાનના ખસીકરણમાં ફેઈલ થઈ હોય એમ કહી શકાય છે. આવા રખડું શ્વાન જે લોકોને કરડતા હોય તેઓને ઓળખી તેઓ માટે અલાયદું સેન્ટર બનાવવું જોઈએ અને નોર્મલ થાય પછી પાછા છોડી દેવા જોઈએ. શ્વાન કરડવાના કેસ આખા સુરતમાં વધી રહ્યા છે જે સરકારી હોસ્પિટલ ના આંકડા જ કહી દે છે એટલે પાલિકા એ આવી ગંભીર બાબત ઉપર ધ્યાન દોરવું જોઈએ.
શાળાએ જતી બે બહેનો પર શ્વાનનો હુમલો
ડોગ બાઈટના બીજા કેસમાં લીંબાયત શ્રીનાથ સોસાયટી-4 નજીક લગભગ 12:30 વાગ્યાના અરસામાં ઘરેથી શાળાએ જતી બે બહેનો પૈકી એક પર 5-6 જેટલા શ્વાનો એ હુમલો કરી જાંઘના ભાગે બચકાં ભર્યા હતા. બહેન પર શ્વાન એટેક જોઈ જીવ બચાવી ભાગવા ગયેલી મોટી બહેન પડી જતા એ પણ ગંભીર રીતે ઘવાય હતી.
ઇજાગ્રસ્ત મોટી બહેન અને ફાલ્ગુની ઉ.વ. 13 (ધોરણ-8 અભ્યાસ) અને ડોગ બાઈટનો ભોગ બનેલી ધો. 4માં ભણતી નાની બહેન વૈષ્ણવી સંતોશ ચૌહાણ (ઉ.વ.9 રહે રામેશ્વર નગર 122, લીંબયાત) ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાય હતી. હાલ બન્ને ની હાલત સારી છે.