વડોદરા: વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો કઠોર પરિશ્રમ કરવો પડે અને અનેક સમસ્યાઓ વેઠવી પડે તેમ કેટલાક વર્ષો અગાઉ વડવાઓ કહેતા હતા પરંતુ સાંપ્રત સમયમાં જયારે દેશ ટીજિટલ બની રહ્યો છે ત્યારે આ વાત કદાચ સ્વીકાર્ય ન હોઈ શકે. ત્યારે આજના સમયમાં પણ કરજણ તાલુકાના એક ગામના વિદ્યાર્થીઓ ઘૂંટણ સમા પાણીને ઓળંગીને શાળાએ જવા મજબુર બન્યા છે અને તેની પાછળ જવાબદાર સ્થાનિક તંત્ર જ છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સુરવાળા ગામના વિધાર્થીઓને ચોમાસાની શરૂઆત થતા શાળાએ જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સુરવાળા ગામના 100 જેટલા વિધાર્થીઓને ત્રણ કીમી જેટલું પગપાળા ચાલી ને શાળાએ અભ્યાસ અર્થે જવું પડે છે બસ ની સુવિધા પણ ન હોવાના કારણે વિધાર્થીઓ ત્રણ કીમી પગપાળા શાળા એ જાય છે.ગામ માં બસની સુવિધા ના હોવાથી પગપાળા શાળા એ જતા વિધાર્થીઓ માટે ચોમસું શરૂ થતા મુશ્કેલી માં વધારો થાય છે શાળા એ પહોંચવા વડોદરા મુંબઇ એક્સપ્રેસ વે રોડ ના ગરનાળા માંથી વિધાર્થીઓને પસાર થવું પડતું હોય છે.
પરંતુ આ ગરનાળામાં વરસાદી પાણી ના નિકાલ માટે યોગ્ય વિકલ્પ ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ ગરનાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી વિધાર્થીઓ અને રાહદારીઓ ને અવરજવર કરવું મુશ્કેલ થઇ જાય છે. સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા માં આવી હોવા છતા તંત્ર દ્ધારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ના કરવામાં આવતા ચોમાસાની શરૂઆત માં જ ગરનાળા માં ઘૂટણસમા પાણી ભરાઈ જતા વિધાર્થીઓ જીવના જોખમે ઘૂંટણ સમા પાણી માંથી પસાર થઇ અભ્યાસ અર્થે શાળા સુધી પહોંચવા મજબુર બન્યા છે તંત્ર વહેલું જાગે અને વિધાર્થીઓની વ્હારે આવે એવું સ્થાનિકો રહીશો માંગ કરી રહ્યા છે.