SURAT

તલવાર લઈ રસ્તા પર ભાઈગીરી કરતા ટપોરીની હવા નીકળી ગઈ, સુરત પોલીસે જાહેરમાં માફી મંગાવી

સુરત: સુરત શહેરના ઉધના વિસ્તાર માં અસામાજિક તત્વો ફરી બેફામ થયા છે. તાજેતરમાં એક ટપોરી ખુલ્લેઆમ તલવાર લઈ લોકો પર રૌફ જમાવતો હોઈ તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો જોયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ખુલ્લેઆમ તલવાર લઈને લોકો પર રુઆબ જમાવતા ટપોરી ને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં પણ પોલીસના પાંજરે પુરાતા જ ટપોરીની ભાઈગીરી નીકળી ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં બે હાથ જોડી ને લોકોની માફી માગતો થઈ ગઈ હતો.

  • તલવાર લઈ રૌફ જમાવતા રોશન દુબેને પોલીસે પકડ્યો
  • જાહેરમાં ફેરવી રોશન દુબે પાસે પોલીસે લોકોની માફી મંગાવી

ઉધનાના પટેલ નગરમાં એક ઈસમ તલવાર લઈને રૌફ પેદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને રોશન દુબે નામના શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસના હાથે પકડાતા જ હાથમાં તલવાર લઈ લોકોમાં ભાઈગીરીનું વર્ચસ્વ ઉભું કરવાનો પ્રયાસ કરનાર રોશન ડૂબેની પોલીસે શાન ઠેકાણે આવી ગઈ હતી. રોશને ધરપકડ બાદ જાહેરમાં લોકો સમક્ષ માફી માગી છે. ઉધના સ્થિત હેગડેવાર સર્કલ નજીક જાહેરમાં આરોપીને ફેરવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે,રોશન દુબેએ બે દિવસ અગાઉ ખુલ્લેઆમ તલવાર લઈ આતંક મચાવ્યો હતો. ખુલ્લેઆમ તલવાર લઈ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ખુલ્લેઆમ તલવાર સાથે નીકળતા અસામાજિતત્વોને લઈ લોકોમાં ભય ઉભો થાય છે.

જોકે પોલીસે આવા તત્વોને પોતાનો પાવર બતાવી લોકો હજી પણ સુરક્ષિત છે અને પોલીસ લોકોની સુરક્ષા માટે જ છે. એ સાબિત કર્યું છે. સોશિયલ મીડિયામાં લોકોની કોમેન્ટ બાદ પોલીસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવતા હોવાનું અને જવાબદાર હોવાનું પૂરવાર કયું છે. માથાભારે તત્વોને કાયદાનું ભાન રહે તે માટે પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢી બીજા તત્વોને સંદેશો જ આપ્યો છે.

Most Popular

To Top