SURAT

સુરતમાં રસ્તે રખડતી ગાયોને પકડનાર પાલિકાની ટીમ પર પિતા-પુત્રનો હુમલો, પોલીસ ફરિયાદ દાખલ

સુરત: સુરતમાં (Surat) રસ્તા પર રખડતાં પશુઓ (Stray animals) દ્વારા વાહનચાલકો પર હુમલા કરવાથી લઈને ટ્રાફિકની અવાર-નવાર ઉઠતી ફરિયાદ સામે તંત્રએ લાલા આંખ કરી છે. એટલું જ નહીં પણ રખડતા ઢોરોને પકડવા પાલિકાની ઢોર પાર્ટી રોડ સાથે લોકોના ઘર્ષણ થવાની માહિતી સામે આવી છે. રસ્તા પર રખડતાં પશુઓને પકડવા માટેની કાર્યવાહી નિયમિત કરવામાં આવતા ઢોર પાર્ટીઓમાં નારાજગી દેખાય રહી છે. ડિંડોલી વિસ્તારમાં ગાયો પકડતા જ પશુપાલક પિતા-પુત્રએ ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો કરી ઢોર છોડાવી ગયાં હતાં. જેનો વીડિયો વાઇરલ થતા જ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોક પાસેની છે. રવિવાર ના રોજ પાલિકાની ઢોર પાર્ટી રખડતી ગાયોને પકડવા માટે ગઈ હતી. પાલિકાની ટીમે દોરડા બાંધીને રસ્તે રખડતી ગાયોને પકડીને વાહનમાં બેસાડી દીધી હતી. આ દરમિયાન જ રખડતા ઢોરના માલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. શરૂઆતમાં જીભાજોડી કરી કર્મચારીઓને ધમકાવ્યા હતા. ત્યારબાદ ફેટ મારી પાલિકાના કર્મચારીઓને ઘાયલ કરી ગાયો છોડાવી ગયાં હતાં.

  • રસ્તા પર રખડતાં પશુઓને પકડવા માટેની કાર્યવાહી નિયમિત કરવામાં આવતા ઢોર પાર્ટીઓમાં નારાજગી
  • ડિંડોલીમાં ઢોરને પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટીમાં ફરજ બજાવનાર અને તેમના સ્ટાફ પર પિતા પુત્રએ હુમલો કર્યો
  • ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રવિવારે પાલિકાની ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કેતનભાઈ આહિર પોતાના સ્ટાફ સાથે ઢોર પકડવા માટે ડિંડોલી વિસ્તારમાં ગયાં હતા. જ્યાં ઢોર પકડતા જ ત્યાં રહેતા રઘુ ભરવાડ અને તેમનો પુત્ર વિપુલ ત્યાં આવી ગયા હતાં. શરૂઆતમાં તેમણે જીભાજોડી કરી ધાક ધમકી આપી હતી અને પછી પાલિકાના કર્મચારીઓને ઘાયલ કર્યા હતા. આખી ઘટના નો વિડીયો સામે આવ્યા બાદ ડિંડોલી પોલીસે ફરિયાદ નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top