આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે ફરજીયાત પણે લિન્ક કરવાની સરકારની જાહેરાત ભારે અફરાતફરી સાથે દોડધામ મચી ગઈ છે. આ પ્રોસેસમાં જો નામમાં સ્પેલિંગ કે કોઈ પણ ભૂલ થઈ તો અરજદારના રૂપિયા 1000 રિફંડ મળતા નથી. ઓન લાઈનમાં સૌથી મોટી ખોટ એ છે કે ફીના રૂપિયા કપાયા બાદ ભૂલની જાણકારી આપવામાં આવે છે. વળી આઈ.ટી.ની ઈ-ફાઈલિંગ વેબસાઈટ ખૂબ જ ધીમી ચાલે છે. સાઈબર કાફે અથવા ઓન લાઈન અરજ અહેવાલ કરી આપતા સર્વીસ પ્રોઈવડરોને ત્યાં ભારે ભીડ જામી રહી છે.
સરકારે આધારકાર્ડ બનાવવા માટે કોન્ટ્રાક્ટ પર કામ કરાવ્યું એમાં કામ કરતા લગભગ અંગ્રેજીના અનુભવ વગરના ઉમેદવારો હતા જેને લઈને નામ સ્પેલિંગમાં ઘણી જ ભુલ થવા પામી છે. જ્યારે પાનકાર્ડ ઘરની જ સારી કંપનીઓના કોન્ટ્રાક્ટ હતા એટલે પાનકાર્ડ તો લગભગ બરાબર હતા પણ મોટે ભાગે આધારકાર્ડ ભૂલ ભરેલા હોય છે. આમ નાના તેમજ મધ્યમ પરિવારને આર્થિક રીતે ડામ સમાન છે. અને સરકાર તમાસા જુએ છે. આધારકાર્ડનો તો ઘણો જ વિરોધ હતો. પણ સત્તા આગળ સાણપણ નકામુ.
ગંગાધરા – જમિયતરામ હ.શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે