પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાને ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે, તેમની આ યાત્રાને કારણે ભારતની સંરક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત થશે.મોદીની અમેરિકા યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન ગણાવ્યું કે કોને કોને કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પીએમ મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં વાત કરી હતી. તેમણે બાઇડન સાથે મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને દેશ અનેક ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન ગણાવ્યું કે કોને કોને કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતના જનરલ એટોમિક્સના એમક્યુ-9 રીપર હથિયારબંધ ડ્રોનની ખરીદીની જાહેરાત કરી હતી. ભારતના આ પગલાં હિંદ મહાસાગર ઉપરાંત ચીન સાથે સીમા પર પણ રાષ્ટ્રીય સુરક્ષાની ક્ષમતાઓમાં મજબૂતી મળશે. આ ડ્રોન 500 ટકા વધારે પેલોડ લઇ જઇ શકે છે. પહેલાના એમક્યુ 1ની તુલાએ 9 ગણો વધારે હોર્સ પાવર છે. ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં મોટા સમજૂત કરાર થયા છે. ભારતમાં હવે લડાકુ જેટ એન્જીનનું ઉત્પાદન થશે. જીઈ એરોસ્પેસે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો તેજસ માટે સંયુક્ત રુપથી લડાકુ જેટ એન્જીનોનું ઉત્પાદન કરશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે સમજૂતી કરી છે. બંને દેશો તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 2024માં ભારત અને અમેરિકા મળીને એક ભારતીય અંતરીક્ષ યાત્રીને અંતરરાષ્ટ્રીય અવકાસ સ્ટેશન પર મોકલવા માટે સહયોગ કરશે. આ ઉપરાંત ભારતે આર્ટેમિસ કરારમાં પણ સામેલ થવા માટે નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સમજૂતિ અંતર્ગત સમાન વિચારધારાવાળા દેશ અંતરિક્ષમાં સંયુક્ત મિશન પર કામ કરે છે. પીએમ મોદીએ ભારતમાં સેમીકંડક્ટર નિર્માણને ઉત્સાહ આપવા માટે અમેરિકી ચિપ નિર્માતા કંપની માઇક્રોન ટેક્નોલોજીને પણ આમંત્રીત કરી છે.
ભારતના આ પગલાંથી ચીનને મોટો ફટકો લાગશે. આ ઉપરાંત ટેક્નોલોજી અને સારા પેકેજિંગ ક્ષમતાઓમાં વૃદ્ધિ માટે ભારતમાં એપ્લાઇડ મટેરિયલ્સને પણ પીએમ મોદીએ આમંત્રણ આપ્યું છે. અમેરિકામાં એચ-1 બી વિઝાને લઇને મોટો નિર્ણય કર્યો છે. અમેરિકા હવે એવા એચ1 બી વિઝા આપશે જેનાથી દેશમાં રહીને રિન્યૂ કરી શકાશે. અમેરિકામાં રહેનારા હજારો ભારતીય પ્રોફેશનલ્સને મદદ મળશે. તેમને વિઝા રિન્યૂ કરાવવા માટે યાત્રા કરવી નહીં પડે. અમેરિકામાં રહીને પણ તેઓ વિઝાને રિન્યૂ કરાવી શકે છે. આનાથી તેમને ગણી મદદ મળશે.
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વિકસી રહ્યાં છે તેનાથી દુનિયાના અન્ય દેશોને કોઇ ઝાઝો ફેર પડે તેમ નથી પરંતુ ચીન અને પાકિસ્તાનના પેટમાં ચોક્કસ તેલ રેડાશે. પાકિસ્તાન એમ પણ દુનિયાભરમાં કટોરો લઇને ફરી રહ્યું છે. આ દેશ આર્થિક રીતે પાયમાલ થઇ ચૂક્યો છે. દેશ ચલાવવા માટે તેણે તેની મિલકતો વેચવી પડી રહી છે. તેની પાસે સામાન્ય ચૂંટણી કરાવવાના પણ રૂપિયા નથી. તો બીજી તરફ ભારત વધુને વધુ મજબૂત થઇ રહ્યું છે
. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સંરક્ષણ સોદાથી ભારત વધુ મજબૂત થશે તેના કારણે પાકિસ્તાન લાલઘૂમ થાય એ સ્વાભાવિક છે પરંતુ હાલમાં તો પ્રતિક્રિયા આપવા જેટલી પણ તેની હેસિયત રહી નથી. તો બીજી તરફ ચીન દક્ષિણ એશિયા પર તેની પકડ મજબૂત કરવાની ફિરાકમાં છે આવી સ્થિતિમાં આ સોદાથી તેના પેટમાં પણ ચૂંક આવે તે સ્વાભાવિક છે. જો કે, તે ભારત સામે પ્રતિક્રિયા આપી નથી રહ્યું પરંતુ બાઇડનના મંતવ્ય સામે તેની અકડામણ ચોક્કસ સામે આવી ગઇ છે. આમ પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રાના કારણે ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત થયું છે તેમાં કોઇ બેમત નથી.