Dakshin Gujarat

અંકલેશ્વર GIDCમાં પંદર દિવસથી બંધ પ્લાન્ટમાં એકાએક લાગી આગ

ભરૂચ-અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે પંદર દિવસથી બંધ એવી એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આગ લાગી છે. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મહામહેનતે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.

  • કોઈક શ્રમજીવીઓની ભૂલના કારણે પ્લાન્ટમાં તણખલું પડ્યું હોવાનું અનુમાન : જશું ચૌધરી,પ્રમુખ AIA

સૂત્રો અનુસાર નિરંજન લેબોરેટરી કંપનીના બંધ પ્લાન્ટમાં આગની ઘટના બની હતી. અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટના જથ્થાનાં કારણે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધુ હોવાનું અનુમાન છે. ઘટના બાબતે ફાયરબ્રિગેડને મદદનો કોલ અપાતા ફાયર ટીમ સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. આગે લગભગ આખા પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધો હતો. ઘટના સમયે પ્લાન્ટ બંધ હોવાથી કામદારો અંગે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ન હતી. 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને લીધે પ્લાન્ટને મોટું નુકસાન થયું છે.

મંદીના લીધે 15 દિવસથી પ્લાન્ટ બંધ હતો
15 દિવસથી કંપનીનો પ્લાન્ટ બંધ હતો. મંદીના કારણે કંપની પાસે પૂરતા ઓર્ડર ન હોવાથી પ્લાન્ટ બંધ રખાયો હતો. કંપનીને અડીને આવેલા ખાલી પ્લોટમાં રહેતા શ્રમજીવીઓની ભૂલના કારણે પ્લાન્ટમાં તણખલું પડ્યું હોવાનું અનુમાન હોવાનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશું ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં વ્યક્ત કરાયું હતું.

આ અગાઉ બુધવારે પણ ઔદ્યોગિક એકમમાં આગની ઘટના સામે આવી હતી. પાલેજ નજીક આવેલ રુચિકા ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે મળસ્કે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે 10થી વધુ ફાયફાઇટર ઘટનાસ્થળે રવાના કરવાની ફરજ પડી હતી. લાંબા સમયની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા હાંસલ થઇ હતી. આ ઘટના બાદ ૨૪ કલાકમાં ભીષણ આગની વધુ એક ઘટના સામે આવી છે

Most Popular

To Top