Vadodara

શહેરમાં અત્ર-તત્ર-સર્વત્ર યોગ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરના અકોટા-દાંડિયાબજાર રોડ ખાતે વિશેષ યોગ દિવસના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભારતીય સંસ્કૃતિની ધરોહર એવી યોગ વિદ્યાના સમૃધ્ધ વારસાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિ વર્ષ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે.

યોગ વિદ્યાથી લોકો માહિતગાર થાય, તેનું મહત્વ સમજે અને સામાજિક જનજાગૃતિ કેલાય તેવા આશયથી નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરમાં મુખ્ય ૯ સ્થળો ઉપરાંત G-20 અંતર્ગત શહેરના અન્ય 20 સ્થળો અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ અન્ય સ્થળોએ યોગ શિબિરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આજના બદલાતા જતાં વાતાવરણ વચ્ચે યોગનું આપણા જીવનમાં ખૂબ જરૂરી બની ગયું છે જો નિરોગી અને સ્વસ્થ રહેવું હોય તો દરરોજ માત્ર 45મિનિટ નો સમય યોગ માટે ફાળવવો જોઇએ કારણ કે, યોગ જ એવી ક્રિયા છે જે માણસને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સજ્જ રાખી શકે છે.

ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અકોટા-દાંડિયાબજાર રોડ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ આજરોજ અકોટા દાંડિયાબજાર સોલાર રુફ રોડ પર મુખ્ય દંડક – ગુજરાત સરકાર બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ (બાળુ શુકલ)ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે.જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ,વડોદરા ના મેયર નિલેશ રાઠોડ, સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, .મ્યુ. કમિશ્નર દિલીપ રાણા , ધારાસભ્ય કેયુરભાઈ રોક્ડીયા,શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘ સહિત પોલીસ અધિકારીઓ,તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top