National

‘યોગ દરેકને જોડે છે અને જે જોડે છે તે ભારત છે’: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદીનો ખાસ સંદેશ

નવી દિલ્હી: 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day). દેશભરમાં યોગા દિવસ પર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત તમામ નેતાઓ અલગ અલગ સ્થાને યોગ દિવસની ઉજવણી કરી કહ્યાં છે. આ ખાસ દિવસે પીએમ મોદી (PM Modi) અમેરિકાની (America) સત્તાવાર મુલાકાતે છે. ત્યારે ન્યૂયોર્કથી તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ખાસ સંદેશો ભારતીયો માટે સંબંધોતિ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું યોગ દરેકને જોડે છે અને જે જોડે છે તે ભારત છે. યોગ જ છે, ભારતની અપીલ પર 180 દેશો યોગને લઈને એકસાથે આવ્યા, આ ઐતિહાસિક ધટના છે.

પીએમ મોદીએ કહ્યું યોગ સ્વસ્થ અને શકિતશાળી સમાજનું નિર્માણ કરે છે જ્યાં સામૂહિક ઉર્જા ખૂબ વધુ હોય છે. તેમણે કહ્યું યોગ એક વિચાર છે જેને દુનિયાભરના લોકોએ અપનાવ્યો છે. આજે યોગ ગ્લોબલ સ્પિરટ બની ગયું છે. યોગે હંમેશા જોડવાનું કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું અમે નવા વિચારોને આવકાર્યા છે. અમે વિવિધતાને સમૃદ્ધ કર્યું છે, તેની ઉજવણી કરી છે. યોગ આપણી અંતરદ્રષ્ટિને વિસ્તાર આપે છે. યોગ આપણને એ ચેતના સાથે જોડે છે જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. મોદીએ કહ્યું અમારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વ સામે ઉદાહરણ રૂપે પેશ કરવી છે. પીએમ મોદીએ કહ્યું યોગા હવે વૈશ્વિક આંદોલન બની ગયું છે.

આ વર્ષના યોગ દિવસના કાર્યક્રમને ઓશન રિંગ ઓફ યોગાએ ખાસ બનાવ્યું છે જેનો વિચાર છે યોગના વિચાર અને સમુદ્રના વિસ્તાર સાથે પારસ્પર સંબંધિત છે. ભારતીય નૌકાદળના 19 જહાજો પર સવાર લગભગ 3,500 ખલાસીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાં યોગના રાજદૂત તરીકે 35,000 કિમીનું અંતર કાપ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું જ્યારે આપણે આપણા કર્તવ્યોને સમર્પિત થઈ જઈએ છે ત્યારે આપણે યોગની સિદ્ઘિ સુધી પહોંચી જઈએ છે. આપણે કર્મથી કર્મયોગ સુધીની યાત્રા કરી શકીએ છે. પીએમ મોદીએ કહ્યું હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત થવા જઈ રહેલા યોગ કાર્યક્રમમાં ભાગ લઈશ. અહીં ભારતના આહ્વાન પર 180 થી વધુ દેશો એક થશે જે એક ઐતિહાસિક ક્ષણ હશે. 2014માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી સમક્ષ જ્યારે યોગ દિવસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે અનેક દેશોએ આને સમર્થન આપ્યું હતું.

આજે સમગ્ર દુનિયા વસુધૈવ કુટુંબક્મની થીયરી પર એકસાથે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સિક્કમમાં સેનાના જવાનો, ઓડિશામાં રેલ્વે મંત્રી, ગોરખપુરના સીએમ યોગીએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બિહારનાં કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ એકાએક ઢળી ગયા હતાં જો કે આજુબાજુ ઉભેલા લોકોએ તેમને સંભાળી લીધા હતા. ભાજપના નેતા અને સાંસદ મનોજ તિવારીએ દિલ્હીમાં વહેતી યમુના નદીના તટ પર ખાસ બનાવેલી બોટમાં યોગ કર્યા હતા.

Most Popular

To Top