Vadodara

હરે રામા.. હરે કૃષ્ણ..ની ગૂંજ વચ્ચે ભગવાનજગન્નાથજી આજે નગરચર્યાએ નીકળશે

વડોદરા : દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર નગરચર્યાએ નીકળશે. ભગવાનનો રથ સ્ટેશન વિસ્તારમા મુકવામાં આવશે જ્યાંથી બપોરે 2.30 કલાકે જય રણછોડ અને હરે રામા હરે કૃષ્ણ ના જયઘોષ સાથે રથને સોનાની સાવરણીથી રથના માર્ગ ને સાફ કરી ને ભક્તો દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવશે. રથયાત્રામા લાખો ભક્તો જોડાવાના હોવાથી શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રામા વિવિધ વેષભુષામા બાળકોના ફ્લૉટ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બનશે.

પ્રસાદ માટે 35 ટન શીરો તૈયાર
આજે અહીં 35 થી 40 ટન જેટલો શીરો અહીં બનાવવામાં આવી રહ્યો છે. ખાલી રથયાત્રાની અંદર પ્રસાદી તરીકે લોકોમાં વહેંચવામાં આવશે. વડોદરા શહેરના વાસીઓને આજે રથયાત્રામાં જોડાવા અને પ્રસાદ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે મંદિરના મહારાજ જણાવે છે કે, ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ જે રથ પાછળ ચાલશે તે અહીં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રસાદ શહેરવાસીઓ, જે લોકો રથ ખેંચશે, ભગવાનની યાચના કરશે તેમની માટે છે. આજે સાંજ સુધી પ્રસાદી તૈયાર કરવામાં આવશે. જે બાદ રાત્રિના સમયે ભંડારાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

રથને ફૂલોથી શણગારવામાં આવ્યો
ભગવાન ના રથને શણગારવા માટે કેટલાય મણ ફૂલો મગાવવા આવ્યા હતા. વિવિધ ફૂલો થી રથને શણગારવા માટે બે દિવસ તૈયારીઓ કરવા મા આવી હતી જેને આજે પૂર્ણ કરી દેવામાં આવી હતી.
અધિકારીઓ સહિત નેતાઓની પણ હાજરી
રથયાત્રામા શહેરના પ્રથમ નાગરિક નિલેશ રાઠોડ અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડીયા, યોગેશ પટેલ સહિત ના ધારાસભ્યો હાજર રહી ને ભગવાન જગન્નાથ ના આશીર્વાદ મેળવશે સાંસદ, કલેકટર, પો. કમિશનર સહિત ના અધિકારીઓ પણ રથયાત્રા મા સહભાગી બનશે.

સાધુ સંતો અને ભજન મંડળીઓ જોડાશે
રથયાત્રામા શહેરના સાધુ સઁતો મોટી સંખ્યામા જોડાશે. તેમજ શહેરની ખાસ ભજન મંડળી, મહિલા મંડળો રથયાત્રા મા જોડાઈ ને ભજનોની રમઝટ બોલાવશે. રથયાત્રામા ભજનોની સાથે મહિલા મંડળો ગરબે પણ ઘુમશે જે આકર્ષણ નું કેન્દ્ર બનશે.
રથયાત્રા નું વિવિધ જગ્યાએ સ્વાગત
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થશે તે માર્ગ પર વિવિધ સંસ્થાઓ, મહાનુભાવો દ્વારા જગત ના નાથનું સ્વાગત કરશે જ્યારે મુસ્લિમબધુંઓ મછીપીઠ, અને ન્યાયમંદિર દુધવાલા મહોલ્લા પાસે જગન્નાથ ભગવાનનું સ્વાગત કરી ને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડશે

Most Popular

To Top