વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા એકાદ સપ્તાહથી નાનકવાડા અને મોગરાવાડી વિસ્તારમાં દીપડો (Deepado) દસ્તક દઈ રહ્યો છે. જેને પકડવા માટે વન વિભાગએ (Forest Department) ત્રણ જુદા જુદા સ્થળે પાંજરા ગોઠવ્યા છે. આ પાંજરામાં મરઘાનું મારણ જોઈ દીપડો તો કેદ નહીં થયો, પરંતુ કૂતરાઓ (Dog) કેદ થઈ ગયા હતા.
- વલસાડના નાનકવાડા વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગએ ત્રણ પાંજરા ગોઠવ્યા હતા – મરઘીનું મરણ જોઈ મોગરાવાડીમાં ગોઠવેલા પાંજરામાં બે કુતરા ફસાઈ ગયા
- પાંજરામાં હજુ દીપડો નહીં પુરાતા લોકો ઉપર તોળાતી દીપડાની ઘાત
વલસાડમાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા મોગરાવાડીમાં એક અને નાનકવાડામાં એક પાંજરુ ગોઠવ્યું હતું. આ પાંજરામાં મારણ માટે વન વિભાગે મરઘી મૂકી હતી. મરઘીનું મરણ જોઈ મોગરાવાડીમાં ગોઠવેલા પાંજરામાં બે કુતરા ફસાઈ ગયા હતા. જ્યારે દિપડો હજુ પણ આબાદ રીતે બહાર ફરી રહ્યો છે.
દીપડાના પાંજરામાં કુતરા ફસાઈ જતા તેમણે ભસાભસ કરી માહોલ ગુંજવી નાખ્યો હતો. જેના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. તેમણે જોતા પાંજરામાં કુતરાઓ કેદ થયા હતા. આ કૂતરાને વન વિભાગે બહાર કાઢી ફરીથી દીપડા માટે પાંજરું ગોઠવી દીધું હતું. આ સાથે નાનકવાડા ખારીયા ફળિયામાં પણ તેમના દ્વારા પાંજરૂ ગોઠવી દેવાયું હતું. જોકે આ પાંજરામાં હજુ સુધી દીપડો પુરાયો નથી ત્યારે વલસાડ શહેરીજનો પર દીપડાની ઘાત હજુ પણ તોળાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, નાનકવાડામાં દેખાયેલા દીપડાએ વલસાડ સિટીમાં પ્રવેશ કર્યો હતો. આ દીપડો (Panther) બેથેલ હોમ આજબાજુ ફરતાં કુતરા પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ દીપડાએ ધરમપુર રોડ (Road) ક્રોસ કરી મોગરાવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તે એક કેમેરામાં કેદ થયો હતો. ત્યારે હવે મોગરાવાડી વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. આ દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું, પરંતુ તેમાં દીપડાના બદલે કૂતરો પાંજરે પુરાયો હતો.