Business

‘FATHER’ શબ્દનો સાચો મહિમા સમજો

વડીલો આપણા ઘરના પાયામાં હોય છે. જેમના ઘરમાં વડીલ પિતાની છાયા હોય તેઓ નસીબવાળાં હોય છે. વડીલો, પિતાની સ્વાભાવિક રીતે જ સંતાનો પાસે વધારે અપેક્ષા હોય છે. એટલે જરૂરી છે કે પિતા સાથે તેઓ યોગ્ય વ્યવહાર કરે. કેટલીક ટિપ્સ આપું છું. Fatherમાં જે F છે તે ફાયનાન્સનો ય સમજજો અને દર મહિને પિતાને થોડી રકમ આપો. જેથી તેઓ આર્થિક રીતે સારા રહે અને તેમનું સ્વમાન જળવાયેલું રહે. એક-એક રૂપિયા માટે તમારા તરફ તેમણે જોવું પડે તો તે યોગ્ય નથી. ‘એ’ એટલે એની ટાઈમ. પિતા પોતાની વાત કહેવામાં ય ખંચકાતા હોય છે.

તેમને કશુંક ખાવાનું મન હોય તો પણ નહીં કહેશે. તો તમારા પિતા સાથે મુકત રીતે સંવાદમાં રહો અને તેમને ખાતરી કરાવો કે તમે તેમના માટે એની ટાઈમ તૈયાર છો. ‘ટી’ છે ટાઈમનો. તમે સોશ્યલ મિડિયામાં ખૂબ સમય લગાડશો, પણ પિતા માટે સમય ન કાઢશો તો શું બરાબર છે? તમે સાંજ-સવાર એમના માટે થોડો સમય કાઢો. તેમને બહુ સારું લાગશે. ‘એચ’ એટલે હેલ્થ. ઉંમર વધે  એટલે આરોગ્યની સમસ્યા વધે જ. તમે તેમની નિયમિત કાળજી લો. મેડિકલ ચેકઅપ કરાવો અને તેમની દવાઓ નિયમિત લે તેની દરકાર કરો.

‘ઇ’ એટલે ઇમોશન્સ, નવી પેઢી હવે કુટુંબ મૂલ્યોથી દૂર જઇ રહી, સામાજિક સંસ્કાર અને મૂલ્યો નબળાં પડયાં છે. તો એમ ન થવું જોઇએ. પિતાની લાગણીને સાચવો. તેઓ જે મૂલ્યોમાં જીવ્યા છે તેને સમજો જેથી માન-સન્માન જળવાય. તેમનો તિરસ્કાર કયારેય ન કરો. ‘આર’ છે રિસ્પેકટનો-માન-આદર આપવાં ખૂબ મહત્ત્વનાં છે. જો સંતાનો આદર નહીં આપશે તો ઘરમાં આવનારાં પણ નહીં આપશે. તેમણે તમને વ્હાલથી ઉછેર્યા છે. તમારા સ્વમાન માટે લડયા છે તો તમે કેમ ન આદર-માન આપો?
સુરત      – વિનય એમ. શ્રીવાસ્તવ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top