નવી દિલ્હી: સુપૌલ (Supaul) જિલ્લામાં શનિવારે મધ્યરાત્રિએ બે લોકોની સરેઆમ ગોળીમારી હત્યા (Muder) કરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં સનસની મચી ગઈ છે. મૃતકોની ઓળખ નૂરુલ્લા અને સિકંદર દાસના નામે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બાઇક (Bike) પર આવેલા 3 ગુનેગારો દીનાપટ્ટી પહોંચ્યા અને બંને યુવકોને તેમના ઘર પાસે ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી ગુનેગારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ એક તરફ વિસ્તારમાં ભયનો માહોલ છે તો બીજી તરફ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો બંને યુવકોને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તપાસ બાદ ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના પરિવારોજનોએ કહ્યું કે અમારી કોઈ સાથે કોઈ દુશ્મનાવટ નથી. તેઓએ જણાવ્યું કે અમે ઘરની અંદર હતા ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો અને અમને લાગ્યું કે દુકાનમાં લગાવેલ બલ્બ ફાટ્યો છે, પરંતુ જ્યારે અમે બહાર આવ્યા તો બંને યુવકો દરવાજાની પાસે પડેલા હતા તેઓને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે હુમલાખોરો કોણ હતા તે અમે જોઈ શક્યા નથી.
મૃતકમાં એકનું નામ નુરુલ્લા એક શિક્ષક હતો જેને ત્રણ ગોળી વાગી હતી જ્યારે અન્ય યુવક સિકંદરને પણ બે ગોળી વાગી હોવાનું જણાયું હતું. સિકંદરની ગામમાં જ એક દુકાન હતી. બંને યુવકોના મોત બાદ ગામમાં ગમગીની છવાઈ ગયો હતો. લોકો ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પીપરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ એસડીપીઓ કુમાર ઈન્દ્રપ્રકાશ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મામલાની તપાસ કરી હતી. સ્ટેશન પ્રેસિડેન્ટ બિનોદ કુમાર સિંહે કહ્યું કે દીનાપટ્ટી ગામમાં બે ગુનેગારોને ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં બંનેના મોત થયા હતા. ઘટના સ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે.