Entertainment

આદિપુરૂષ ફિલ્મ દર્શાવવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ

નવી દિલ્હી : પ્રભાસની (Prabhas) ફિલ્મ આદિપુરૂષ (Adipurusha) 16 જુનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. ત્યારે હવે આ ફિલ્મને રોકવા માટે હાઈકોર્ટમાં (High Court) અરજી દાખલ કરવામાં આવી છે. હિન્દુ સેનાના (Hindu Sena) રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા (Vishnu Gupta) વતી આ ફિલ્મને સ્ક્રીનિંગ થતી રોકવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. દાખલ થયેલી અરજીમાં ફિલ્મમાં અમુક ડાયલોગ અને બતાવવામાં આવેલ અનેક દ્રશ્યોને હટાવવાની માંગ કરવામાં આવી છે.

ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદો રોકાવાનું નામ નથી લઈ રહ્યાં. આ વિવાદો ફિલ્માના ટીઝરથી જ શરૂ થયા હતા. ફિલ્મનું ટીઝર રિલીઝ થતા લોકોએ તેમા આપેલ VFXનો વિરોધ કર્યો હતો. જોકે ત્યાર પછી ફિલ્મ મેકર્સે ફિલ્મના VFXમાં બલાવ કર્યો હતો. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે લોકો ફિલ્મના ડાયલોગ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા વતી ફિલ્મ પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં ભગવાન રામને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. આવી ફિલ્મ સ્ક્રીનિંગ થવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. વિષ્ણુ ગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મમાં ભગવાન રામનો મજાક ઉડાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં દર્શાવેલા પાત્રો પોરાણિક રામાયણ કરતા સાવ અલગ છે
તેમણે વધુ કહ્યું કે ફિલ્મમાં ભગવાન રામ, સીતા માતા અને હનુમાનજીને જે રીતે દર્શાવવામાં આવ્યા છે તે રામચરિત માનસ, સંત તુલસીદાસની રામાયણ કે મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણ કરતા સાવ અલગ જ છે. આ ફિલ્મને રામચરિત માનસ, સંત તુલસીદાસની રામાયણ કે મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણ સાથે કઈ લેવા દેવા નથી. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ અરજી એવા લોકો વતી છે જેઓ આર્થીક રીતે નબળા છે અને કોઈ કારણોસર કોર્ટમાં આવી ન શકે તેમ નથી. તે લોકોની લાગણીઓને ઠસ પહોંચી છે.

Most Popular

To Top