Vadodara

અજબડી મિલ ગ્રાઉન્ડમાં દેવીપુજક યુવકની હત્યાકરનાર પૈકી એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરા: મૂળ મહેસાણા અને હાલમાં શહેરના આજવા રોડ પર રહેતા સન્ની જગદીશ વાઘેલાની માતા જમનાબાઇ હોસ્પિટમાં દાખલ કરાઇ હતી. જેના કારણે શુક્રવારે સવારના સાત વાગ્યાના અરસામાં યુવકે તેના ભાઇ અર્જુન વાઘેલાને રિક્ષામાં બેસાડી દવાખાને મોકલ્યો હતો. ત્યારબાદ નાના ભાઇ રાહુલનો ફોન આવ્યો હતો તેણે જણાવ્યું તું કે મમ્મી દવાખાનમાં દાખલ છે તો તુ ત્યાં જા. જેથી યુવક નવેક વાગે જમનાબાઇ હોસ્પિટલમાં તેની પાસે ગયો હતો ત્યારે તેનો ભાઇ અર્જુન ત્યાં હાજર ન હતો. ત્યારબાદ તેના ભાઇએ ફોનથી કહ્યું હતું કે તુ અજબલી મીલ પાસે જા અર્જનનને કોઇ ઢોર માર્યો છે.

જેથી સન્ની વાઘેલા અજબડી મીલ ગ્રાઉન્ડમાં ગયો હતો. ત્યારે ત્યાં લોકોનું ટોળુ જામેલું હતું અને એક યુવકની ઉંધી લાશ લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. જેથી યુવકે ચેક કરતા લાશ તેના ભાઇઅર્જુન વાઘેલાની હતી. અર્જુનના માથાના પાછળના ભાગે ઘા મારેલા હતા અને મોઢા તથા કપાળ પર ઘા જોવા મળ્યા હતા. જેથી સન્નીએ તેના ભાઇ પર કોઇ પથ્થર તથા અન્ય હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારીને લાશ મીલના ગ્રાઉન્ડમાં ફેકી દીધી હોવાની શંકા સેવી હતી. ત્યારબાદ તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેના ભાઇને હત્યા કરાઇ હોવાની આશંકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાઓ પૈકી પંકજ ઉર્ફે પંકેશ ધારૂ ડામોરને ઝડપી પાડ્યો હતો.

પાણીગેટ, DCB પોલીસ, FSLની ટીમ પહોંચી
અજબલી મિલ પાસેના ગ્રાઉન્ડમાંથી એક યુવકનો મૃતેદહ મળી આવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. એફએફએલ દ્વારા પંચનામુ કરવામાં આવ્યું છે. પાણીગેટ અને ડીસીબી પીલોસીની ટીમે ઘટના સ્થળ પહોંચી ગઇ હતી અને લાશનો કબજો મળેવી પીએમ અર્થે ખસેડવામાં આવી છે.
જશપાલ જગાણીયા, ડીસીપી

અગાઉ જૂની અદાવતે અર્જુન સાથે સરદાર એસ્ટેટ પાસે ઝઘડો પણ કર્યો હતો
મૃતકના ભાઇ સન્ની વાઘેએ જણાવ્યું હતું કે એક મહિના અગાઉ અસ્થી વિસર્જન કરવા માટે મહીસાગર ગયા હતા ત્યાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જેની અદાવત રાખી 10 જેટલા યુવકે મૃતક અર્જુન વાઘેલા સાથે સરદાર એસ્ટેટ પાસે ઝઘડો કરી માર માર્યો હતો. યુવક મહીસાગરમાં ડૂબ્યો નથી પરંતુ તમે તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેની અદાવતે તેની સાથે ઝઘડો કર્યો હતો.અને કહ્યું હતું તમે યુવકે મારી નાખ્યો હતો અમે તમારા એકને તાવી દેશુ.

Most Popular

To Top