મુંબઈ: રામાયણ (Ramayan) આધારિત ફિલ્મ આદિપુરુષ હાલ ચર્ચામાં છે. ડાયરેકટર ઓમ રાઉતે આ ફિલ્મ માટે જે VFX, CGI જેવી ટેકનિકલ વસ્તુ પર ખૂબ ધ્યાન આપ્યું છે. ત્યારે હવે બોલિવૂડને (Bollywood) દંગલ અને છિછોરે જેવી ફિલ્મ આપનાર ડાયરેકટર નિતેશ તિવારી રામાયણ બનાવવા જઈ રહ્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ પ્રોફેશનલ્સની સાથે નિર્માતા નમિત મલ્હોત્રા ભારતની સૌથી મોટી ફિલ્મ રામાયણ બનાવવા જઈ રહ્યાં છે.
રામાયણ ફિલ્મ બનાવવાની જાહેરાત વચ્ચે એવી જાણકારી સામે આવી છે કે નિતેશ તિવારી દ્વારા તૈયાર થનારી ફિલ્મ રામાયણ ભારતીય સિનેમા જગતમાં અગાઉ કયારેય પણ બની ન હશે. ફિલ્મમાં હાઈ ઓક્ટેન વિઝ્યુઅલ્સ હશે જે અગાઉ ક્યારેય જોવા મળ્યા ન હશે. આધુનિક ટેકનોલોજી સાથે દુનિયાભરમાંથી કાબિલ પ્રોફેશન લોકોની ટીમ આ ફિલ્મ માટે કામ કરશે.
રામાયણના સેટ માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. VFXની ટીમ તેમજ સૌથી મોટી કાસ્ટિંગ ડિકેરટરોની ટીમ પણ તૈયાર કરવામાં આવી રહી છે. રામાયણ ફિલ્મ દુનિયાની સૌથી મોટી વિઝ્યુઅલ ઈફેકટ કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિના શરૂ થાય તેવા એંધાણ છે.
નિતેશ તિવારીની રામાયણની વાત કરીએ તો તેની સ્ટારકાસ્ટને લઈને છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે જ્યારે આલિયા ભટ્ટ સીતાનું પાત્ર ભજવશે. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કંઈ થયું નથી. જો કે આ ફિલ્મમાં કયા કલાકારો પાત્ર ભજવશે તેની ઉપર સૌની નજર ટકેલી રહેશે. ઉપરાંત આ ફિલ્મમાં રાવણના રોલ માટે બે એકટરના નામ સામે આવ્યા હતા એક રિતિક રોશન અને બીજુ KGF સ્ટાર યશ જો કે બંનેમાંથી એક પણ એકટરની પુષ્ટિ રાવણના રોલ માટે થઈ નથી.