SURAT

‘અમે હિન્દુસ્તાન સાથે બદલો લઈને જ જંપીશું’, સુરતથી પકડાયેલી મહિલાની કટ્ટરતા જોઈ પોલીસ પણ ડઘાઈ ગઈ

સુરત : ‘અમે ભારતમાં (India) શરિયા (Sharia) લાગુ કરીને જ રહીશું. કાફીરોએ આજ નહીં તો કાલ જહન્નુમમાં જવું પડશે. અમારું મિશન આવતા દાયકાઓ સુધી ચાલશે. તેમાં સમય જશે પરંતુ સફળતા નિશ્વિત છે. હું અલ્લાહની પનાહમાં જવા માટે ફિદાઇન બનવા તૈયાર છું, હાલમાં અમારા પર થઇ રહેલા જુલ્મનો બદલો અમે હિન્દુસ્તાન સાથે લઇને જ જંપીશું.’

આ વાત સરેઆમ અને કોઇ ડર વગર સુમેરાબાનુ એટીએસ સાથે કરી રહી છે. હું જન્નતમાં અલ્લાહની પનાહમાં આજ નહીં તો કાલે જઇશ. એટીએસ દ્વારા સુમેરાબાનુની પૂછપરછમાં તેણે કોઇ ડર વગર આ વાતો કરી છે. એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુમેરાબાનુનું બ્રેઇનવોશ એટલી હદે થઇ ગયું છે કે તેને પાછી વાળવી લગભગ અશકય છે.

સુમેરાબાનુ સુરતમાં અમુક લોકો સાથે સંપર્ક કેળવવામાં સફળ રહી હોવાની આશંકા
સુમેરાબાનુને આઇએસકેપી દ્વારા વધુ લોકોને તેઓ સાથે જોડવાની કામગીરી સોંપવામાં આવી હતી. તે ઓન લાઇન આ કામગીરી કરતી હતી. આ ઉપરાંત સુમેરાબાનુ સુરતમાં પણ કેટલાક લોકો સાથે સંપર્ક કેળવવા સફળ થઇ હોવાની વિગત એટીએસને મળી છે. આ લોકોની પૂછપરછ આવતા દિવસોમાં પોલીસ દ્વારા કરવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન એટીએસને હાલમાંતો આખા દેશમાં આઇએસકેપી દ્વારા બનાવવામાં આવેલુ નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા છે.

એટીએસ કહે છે : મુસ્લિમ પરિવારમાં મા- બાપ તેમના બાળકો શું કરે છે તેની પર વોચ રાખે
એટીએસ દ્વારા મુસ્લિમ પરિવારોને તેમના બાળકો ઓન લાઇન કે પછી મોબાઇલ ફોન પર શું કરી રહ્યાં છે તેની પર વોચ રાખે તે જરૂરી છે. સુમેરાબાનનુના કેસમાં તેના માતા પિતા એજયુકેટેડ હોવા છતાં તેઓને અંધારામાં રાખીને સુમેરાબાનુ જેહાદી તત્વો સાથે જોડાઇ ગઇ હતી.

સુમેરાબાનુ આખો દિવસ લેપટોપ પર કામ કરતી હતી પરંતુ માતા પિતાને પોતાની દિકરી જેહાદીઓ સાથે સંકળાયેલી છે તેની ભનક શુધ્ધા નહીં હતી. જેહાદીઓ દ્વારા સોશિયલ મિડીયા ગ્રુપમાં જે રીતે સંખ્યાબંધ કટ્ટરવાદ ફેલાવતા ગ્રુપો ચાલુ કરેલા છે. તેના કારણે ટીનએજમાં પ્રવેશતા બાળકો ઉશ્કેરાઇને કોઇ દેશદ્રોહી પ્રવૃતિમાં ન ફસાય જાય તેથી બાળકો પર વોચ રાખવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top