વડોદરા: શહેરના કપુરાઇ ચોકડી પાસે ટ્રકમાં પશુઓની હેરાફેરી પકડાઇ હતી. કતલના ઇરાદે લઇ જવાતા 31 મુંગા પશુઓને પોલીસે બચાવી લીધા હતા. ટ્રકના ચાલક સહિત બે લોકોની ધરપકડ કરી હતી. પશુઓ 1.55 લાખ અને ટ્રક 5 લાખ મળી 6.55 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. નેશનલ હાઇવે પર કપૂરાઇ ચોકડથી સર્વિસ રોડ પરથી બે શખ્સો 31 મુંગાપશુઓ ટ્રકમાં ભરીને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે. તેવી વર્ધી પાણીગેટ પોલીસ સ્ટેશનનાપીસીઆર વાન-21ના સ્ટાફને મળી હતી.
આમ કંટ્રોલની વરધીના આધારે સ્ટાફના જવાનોએ કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને ઉભી રખાવી હતી ત્યારે ટ્રકમાં બે શખ્સો હાજર મળી આવ્યા હતા. તેમને સાથે રાખીને પાછળના ભાગમાં તપાસ કરતા 31 જેટલા પશુઓને બાંધી રાખવામાં આવ્યા હતા. જેથી પોલીસે 31 પશુઓ 1.55 લાખ, ટ્રક 5 લાખ મળી 6.500 લાખનો મુદ્દામાલ સાથે બે શખ્સો જમશેદ સુભાન મેવું (રહે. ઉચકી ગામ તા.પહારી જિ.ભરતપુર રાજસ્થાન ) અને અકરમ નશરૂદ્દીન કુરેશી (રહે ડીશા હુસેની ચોક પુર ગસ્ટ કોલોની તા. ડીશા બનાસકાઠાની ધરપકડ કરી પશુઓને કોને ક્યાં આપવા માટે જતા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.