વડોદરા: પ્રતાપનગર હેડ ક્વાટરરમાં 300 તાલીમાર્થીઓની પોલીસની આઠ મહિનાની ટ્રેનિંગ ચાલી રહી છે. જેમાં 300 તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. પરંતુ આ તાલીમાર્થીઓ સાથે આતંકવાદીઓ જેવું વર્તન કરાઇ રહ્યું છે. બાળકોને ઇયળવાળનું જમવાનું તથા જીવજંતુંવાળું પાણી અપાઇ રહ્યું છે. વિવિધ બહાને તાલીમાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવીને લાખોનું કૌભાંડ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની માહિતી સૂત્રોમાંથી મળી રહી છે. આમ નવા પોલીસ તાલીમાર્થીઓને ટ્રેનિંગમાં જ ભ્રષ્ટાચારના પાઠ શીખવતા હોવાના આક્ષેપ કરાઇ રહ્યા છે. જેથી એસીપી રક્ષક નહી પણ ભક્ષક બનાવવા માટેની તાલીમ અપાઇ રહી હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.
શહેરમાં ફરતી બેરોજગારોને નોકરી મળી રહે માટે રાજ્ય ગૃહમંત્રી દ્વારા હર્ષ સંઘવીની સૂચના અનુસાર વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની ભરતી કરાઇ હતી. જે યુવાનો સિલેક્ટ થતા હોય છે તેમને પોસીસની ટ્રેનિંગ માટે તાલીમ કેન્દ્રમાં આઠ મહિનાની તાલીમ લેવાની હોય છે. શહેરના પ્રતાપનગર હેડ કવાટર ખાતે એસીપી વસાવાના અધ્યક્ષ સ્થાન હેઠળ ભરતી કરાયેલા 300 તાલીમાર્થીઓની આઠ મહિનાની ટ્રેનિંગ ચાલી રહી છે. જેથી તાલીમાર્થી તેની પાછળ તનતોડ મહેનત કરી રહ્યા છે.
પરંતુ સૂત્રોમાંથી માહિતી મુજબ આ હેડ ક્વાટરમાં તાલામાર્થીઓ ટ્રેનિંગ નહી પણ તેમના પર અત્યાર ગુજારવામાં આવતો હોવાની તેવી માહિતી મળી રહી છે. એસીપી વસાવાના દ્વારા આ તાલીમાર્થીઓ સાથે એટલી સખ્તાઇ કરાઇ રહી છે કે તેઓ અધિકારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રનિંગ વેળા કોઇ તાલીમાર્થી પગ ફ્રેક્ચર કે મરડાઇ ગયો હોવા છતાં અધિકારી દ્વારા તેમને દોડવાની ફરજ પડાઇ રહી છે અને ના પાડે તો તેને ધોમધખતા તાપમાં દોડવાની સજા કરતા હોય છે જેથી તાલીમાર્થી ડરના માર્યા કોઇ ઉપરી અધિકારીને રજૂઆત પણ કરી શકતા નથી.
બીજી તરફ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને જે જમવાનું અપાઇ રહ્યું છે તેમાં ઇયળો આવતી હોવાના કારણે કેટલાક તાલીમાંર્થીઓ જમતા પણ નથી. ઉનાળામાં સખત ગરમી પડતી હોવા છતાં તાલીમાર્થીઓના ઠડુ પાણી આપવામાં આવતુ ન હતું માત્ર તેમના તરફથી અપાતું ગરમ પાણી વ્યવસ્થા કરાતી હતી. ઉપરાંત આકરી ગરમીમાં પણ તેમને પતરાના શેડ નીચે રાખવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઇ તાલીમાર્થી રજૂઆત કરવા જાય તે ત્યારે એસીપી વસાવા એવું કહે છે હું પ્રતાપનગર હેડ ક્વાટરનો કિંગ છું અહિયા મારુ જ રાજ ચાલશે તેવું અતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ઉપરાંત તાલીમાર્થીઓ પાસેથી કપાતના નામે પ્રતિ તાલીમાર્થી પાસેથી 140-150 પ્રતિદિન રોકડમાં વસૂલાઇ રહ્યા છે. તેવી જ રીતે વાળ કપાવવાના, ભંગારમાંથી વિમાન બનાવવા, સાવરણી મંગાવાના રૂપિયા દરેક તાલીમાર્થી પાસેથી ઉઘરાવા સહિત અનેક બાબતોમાં કમિશન કાઢીને લાખોનું કૌભાંડ એસીપી દ્વારા આચરાઇ રહ્યું છે. ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી તાલીમાર્થીઓની વ્યથા પૂછે સમગ્ર હકીકતનો પર્દાફાશ થાય છે.
અત્યારથી જ તાલીમાર્થીઓને અધિકારી દ્વારા ટ્રેનિંગને બદલે ભ્રષ્ટાચારના પાઠ શીખવાના?
હાલમાં પોલીસ ટ્રેનિંગમાં 300 જેટલા તાલીમાર્થીઓ ટ્રેનિંગ લઇ રહ્યા છે. પોલીસ હેડ ક્વાટરમાં મોટી માત્રામાં ભંગાર પડી રહ્યો છે. ત્યારે એસીપી દ્વારા આ ભંગારમાંથી વિમાન બનાવવાનું કહીને દરેક તાલીમાર્થી પાસેથી 100 રૂપિઆ ઉઘરાવાઇ રહ્યા છે. ઉપરાંત વાળવા માટે સાવરણા માટે માટે અધિકારી દ્વારા તાલીમાર્થી પાસેથી 50 રૂપિયા લેવામાં આવે છે. આમ એસીપી દ્વારા કડકી કડકી કરીને લાખોના કમિશનના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. એવી ચર્ચા ચાલી રહી છે તાલીમાર્થીઓને તાલીમમાં કટકી કરીને પોલીસ તાલીમ નહી ભ્ર્ષ્ટાચાર કેવી રીતે કરવો તેેની તાલીમ આપી રહ્યા છે. ટ્રેનિંગમાં ભ્રષ્ટાચાર જોવાના તાલીમાર્થી કેવો પોલીસ અધિકરાી બનશે ?
ટાંકીની સફાઇ ન થતી હોવાથી પાણીમાં જીવજંતુ આવતા હોવાની ફરિયાદ
તાલીમાર્થીઓને જમવાનું પૂરુ પાડવામાં માટે મેષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ મેષમાંથી ગુણવત્તા વિનાનું અને સસ્તુ અનાજ ખરીદીને અપાઇ રહ્યું છે .જેના કારણે અવાર નવાર ભોજનમાંથી ઇયળો નીકળે છે. જેેથી કેટલાક તાલીમાર્થીઓ ત્યાં જમતા નથી. ઉપરાંત પાણીમાં ક્યારે જીવ જંતુ આવતા હોવાનુ જાણવા મળ્યું છે. કારણે હેડક્વાટરમાં લગાવેલી ટાંકીની પણ સફાઇ થતી નથી. સસ્તુ અનાજ લાવીને એસીપી દ્વારા મેષ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો કારસો રચાઇ રહ્યો છે.
તાલીમાર્થીઓ પાસેથી ઉઘરાવાતા રૂપિયા બાબતે જાતે તપાસ કરાવીશ
પ્રતાપનગર હેડ ક્વાટરમાં 300 તાલીમાર્થીઓની ટ્રેનિંગ ચાલી રહી છે. જેને અઢી મહિનાનો સમય થયો છે. દરેક કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે અને રૂપિયા પોલીસ વિભાગ પુરા પાડે છે, તાલીમાર્થીઓ પાસેથી ઉઘરાવાના ના હોય. તેમ છતાં તેમની પાસેથી રૂપિયા ઉઘરાવવવના મુદ્દે જાતે તપાસ કરાવીશ.
-એન.એ.મુનિયા, ડીસીપી એડમિન