SURAT

સુરતીઓને વરસાદ માટે હજી જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે

સુરત: (Surat) શહેરમાં આજરોજ મંગળવારે ભારે પવનોને પગલે તાપમાનમાં (Temperature) બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં ઉકળાટ યથાવત હતો. ગરમીમાં રાહત મળે તે માટે સુરતીઓને વરસાદ માટે હજી જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

  • ચોમાસાના પગલાં ચાર દિવસમાં, સુરતીઓને જુનના છેલ્લા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે
  • શહેરમાં 10 કિમીની ઝડપે પવન ફુંકાતા તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં હાલ એક લો પ્રેસર સિસ્ટમ ડેવલપ થતા આબોહવાકીય ફેરફાર જોવા મળ્યા છે. દરિયામાં પણ ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ખેડવા પ્રતિબંધ ફરમાવ્યો છે. આગામી તા. 8મી સુધીમાં વાવાઝોડાની પણ આગાહી છે. ત્યારે શહેરમાં બે દિવસથી 10 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાતા ગરમીથી આંશિક રાહત મળી છે.

આજે પણ શહેરમાં 10 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાતા તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ઉકળાટ અને બફારો એટલો જ ભારે હતો. મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીએ યથાવત રહેતા રાત્રે લોકો અસહ્ય ઉકળાટથી પરેશાન થયા હતા. કેરળમાં ચોમાસુ ચાર દિવસ લેટ પહોંચવાની આગાહીને પગલે હવામાન વિભાગે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જૂન મહિનાના ત્રીજા અઠવાડિયાની જગ્યાએ છેલ્લા અઠવાડિયા સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

પૂર્વ અરબ સાગરમાં વાવાઝોડું આકાર પામ્યું
ગાંધીનગર: રાજયમાં આગામી ૪૮ કલાક દરમ્યાન ૩૦થી ૫૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડા સાથે બનાસકાંઠા , પાટણ , મહેસાણા , ગાંધીનગર , સાબરકાંઠા , અમદાવાદ , સુરેન્દ્રનગર , રાજકોટ , દ્વારકા, પોરબંદર , જામનગર , મોરબી અને કચ્છમાં વરસાદની સંભાવના રહેલી છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં નહીંવત વરસાદ થયો હતો. જો કે રાજયમાં અસહ્ય ઉફકળાટ અને બફારાથી શહેરીજનો તથા ગ્રામીણજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. જયારે રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોચી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૩૩ તાલુકાઓમાં વરાસદ થયો હતો. જેમાં ખાસ કરીને મહેમદાવાદ તથા લુણાવાડામા સવા બે ઈંચ વરસાદ થયો હતો.

બીજી તરફ ગુજરાત પર અરબી તરફથી સંભવિત વાવાઝોડાનો ખતરો પેદા થયો છે. ખાસ કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સેટેલાઈનની મદદ વડે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહયા છે. આજે અરબી સમુદ્રમાં વાવાઝોડાએ નક્કર આકાર લીધો છે. આવતીકાલે તા.૬ટ્ઠી જૂને તે સાયકલોનમાં ફેરવાઈ જશે. જયારે આગામી તા.૧૨થી ૧૪મી જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકે તેવો ખતર પેદા થયો છે.

Most Popular

To Top