National

સુહાગરાતે હાર્ટએટેક આવતા દુલ્હા-દુલ્હનનું મોત, સવારે બેડ પર બંનેની લાશ મળી: યુપીની ઘટના

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં લગ્ન બાદ 22 વર્ષનો વર અને 20 વર્ષની વધુ સુહાગરાત મનાવવા રાત્રે રૂમમાં ગયા હતા. સવારે આ બંનેની લાશ બેડ પરથી મળી હતી. અચાનક બંનેના મોત થતા પરિવારજનો આઘાતમાં મુકાઈ ગયા હતા. મૃત્યુનું સાચું કારણ જાણવા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જે કારણ જાણવા મળ્યું તે ચોંકાવનારું હતું.

ઉત્તર પ્રદેશના બહરાઈચ શહેરની આ ઘટના ચોંકાવનારી છે. અહીં બે પરિવારમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. 22 વર્ષના છોકરા અને 20 વર્ષની છોકરીના અહીં લગ્ન થયા હતા. લગ્નના બીજા દિવસે વર-કન્યા સુહાગરાત મનાવવા માટે એક સાથે રૂમમાં જાય છે, પરંતુ સવારે બંનેનો રૂમ ખૂલતો નથી. જ્યારે દરવાજો ખટખટાવવા છતાં પણ બંનેનો રૂમ ખૂલતો નથી, ત્યારે વરરાજાના નાના ભાઈએ બારીમાંથી કૂદીને રૂમમાં પ્રવેશ કર્યો હતો.

નાના ભાઈએ જોયું કે વર-કન્યા બેડ પર મૃત હાલતમાં પડ્યા હતા. તે ઝડપથી દરવાજો ખોલે છે, ત્યારે પરિવારના બાકીના લોકો આવે છે અને વરવધુને જગાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમના શરીર ઠંડા પડી ગયા હતા. તેના લીધે ઘરમાં હોબાળો મચી જાય છે. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જે કારણ બહાર આવ્યું તે ચોંકાવનારું હતું.

વર વધુ બંનેને સુહાગરાત દરમિયાન એકસાથે હાર્ટ એટેક આવ્યો હતો. આટલા યુવાન બંને સાથે આવું કેવી રીતે થઈ શકે? તેમના મૃત્યુ પછી આ સમાચારની જાણ જેમને પણ થઈ, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કાર્ડિયોલોજિસ્ટ અને ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડૉ. અજય કૌલ જણાવ્યું કે, કોરોના મહામારી પછી સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સાયલન્ટ હાર્ટ એટેક દરેક ઉંમરના લોકોને શિકાર બનાવી રહ્યો છે.

ડૉ. કૌલ કહે છે કે આની પાછળ કોરોના મહામારી કેવી રીતે કારણ બની શકે છે, તે સમજવું પડશે. કોરોના એ RNA વાયરસ છે. આવા વાઇરસને કારણે બ્લડ ક્લોટ અથવા બ્લૉકેજ થાય છે જેના કારણે હ્રદયમાં લોહીનો પ્રવાહ અસાધારણ થઈ જાય છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. સુહાગરાતે વરવધુના હાર્ટ એટેકના લીધે મૃત્યુ એ ઘટના અત્યંત દુર્લભ છે. સેક્સ સાથે તેને સંપૂર્ણ રીતે જોડી શકાય નહીં. પરંતુ તે નકારી પણ શકાય નહીં. તણાવ, સંજોગો અને સેક્સ જેવી પ્રવૃત્તિ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આ કિસ્સામાં એવું બન્યું હોઈ શકે કે બંનેને પહેલાંથી જ હાર્ટ સંબંધિત સમસ્યા હોય અને સેક્સમાં પ્રવૃત્ત થવાના લીધે બંનેને એકસાથે હાર્ટ એટેક આવ્યો હોય.

Most Popular

To Top