દ્વારકા : આજે સવારે દ્વારકા-પોરબંદર હાઈવે (Dwarka-Porbandar Highway) પર અકસ્માત (accident) સર્જાયો હતો. દ્વારકા-પોરબંદર હાઈવે પર અકે કાર પલટી મારી ગઈ હતી. કારમાં કુલ 7 લોકો સવાર હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 ઈજાગ્રતસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દ્વારકા-પોરબંદર હાઈવે પર આવેલ ભીમપરા ગામ નજીક એક કાર પલટી ગઈ હતી. કાર પલટી જતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા. સ્થનિકોએ ઘટનાની જાણ પોલીસ અને 108ને કરી હતી. જે પછી પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી હતી.
એક બાળક અને એક પુરૂષનુ મોત નિપજ્યુ
મળતી માહિતી અનુસાર કાર ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. કારમાં સવાર એક બાળક અને એક પુરૂષનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય લોકોને ઈજા પહોચતા સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોમાં એક મહિલાની હાલત વધારે ગંભિર થતા તેને જામનગર રિફર કરાય હતી.
પોલસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી
આ ઘટનાની પોલસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે મૃતક બાળકનું નામ પ્રિન્સ અને પુરૂષનું નામ અનિલ બારોટ જણાવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની જાણકારી પોલીસે ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારને કરી હતી.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર પુરપાર ઝડપે દોડતી કારે ત્રણ શ્રામિકોને અડફેટે લીધા
અમદાવાદ-મહેસાણા હાઈવે પર પૂરપાર ઝડપે દોડતી એક કારે ત્રણ શ્રામિકોને અડફેટે લેતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્ય હતું. અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટેલ નજીક રોડ ક્રોસ કરી રહેલા ત્રણ શ્રમિકોને અકે સ્વિફ્ટ કારે અડફેટે લીધા હતા. આ ઘટનાની જાણ રાહદારીઓએ પોલીસને કરી હતી. ત્યાર પછી ઘટના સ્થળે કલોલ તાલુકાની પોલીસ ટીમ દોડી આવી હતી. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે કાર ચાકલ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.