Charchapatra

જનરલ હોસ્પિટલ બંને જગાએ ચાલુ છે

તા.૧૩ મે ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં  પ્રકાશિત થયેલા મારા ચર્ચાપત્રમાં જણાવ્યા પ્રમાણે ચૌટાનાં દબાણોને કારણે આ હોસ્પિટલ મધુવન સર્કલ પાસે શરૂ થઈ છે તે બાબતમાં સ્પષ્ટતા કરવાની કે કોઈએ ગેરસમજ કરવી નહીં. મધુવન સર્કલ પાસે શરૂ થયેલી નવી હોસ્પીટલ સાથે જૂની બાલાજી રોડ સ્થિત હોસ્પીટલ પણ કાર્યરત છે જ. તા.૧૮ મે ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લા પાના પર આ અંગે હોસ્પીટલ તરફથી એક ટૂંકી જાહેરાત પ્રકાશિત થઈ છે કે  ‘સુરત ચેરીટી ફંડ શેઠ પી. ટી. સુરત જનરલ હોસ્પિટલ ( ડો. ભટ્ટની હોસ્પીટલ ) રાબેતા મુજબ ચાલુ જ છે. બાલાજી રોડ, ચૌટા બજાર, સુરત. દરેક વાચકોને નોંધ લેવા વિનંતી. મારા ચર્ચાપત્રને લીધે કોઇને ગેરસમજ થઈ હોય તો ક્ષમા કરશો. મધુવન સર્કલ પાસે નવી અને બાલાજી રોડ ખાતે જૂની એમ બંને જગ્યાએ હોસ્પિટલ કાર્યરત છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોકોનો સમય ન બગડે એ માટે કથાકારો રાત્રે કથા કરો
વરસાદ આવવાની તૈયારી થતી હોય, કાળાં ડીબાંગ વાદળો, ઉકળાટ અને ધૂળની ડમરીઓ, ઉકળાટ પછી વરસાદ સીધેસીધો આવે તો તેને કોણ માણે? કથાકાર કયાંક જાદુગર બની જાય છે. ખેલ બતાવે, આવતાં પહેલાં અને મહદ્ અંશે પોતાનો ચેલો હોય સાચો જવાબ, મસ-મોટી શોભાયાત્રા, ગામડાંની બહેનો માથે બેડાં, લઇ તાપ-તડકામાં જ તો કોઇક ના કહે. આ બાવો ખોટો છે. (તેના જ માણસો) પ્રસિધ્ધિ વધારે કોઇ હા કહે. વાદ-વિવાદ ઊભો કરે. થઇ ગયેલી વાતોને, પ્રસંગને, રામાયણ, મહાભારતની વાતો તોડી-મરોડી મૂકે, વાહ બાપુ વાહ… તારા કામનું કેટલું? ગૌશાળા બનાવવી છે. ઠીક છે પણ નવ દિવસના જોવા- મલાઇ- તાગડધિન્ના પછી કયાંક પાછું વળીને જુએ નહિ.

ગામડાંની બહેનો ટેમ્પાના ટેમ્પા ખલવાય. પૈસાનું પાણી.વનવાસી, આદિવાસી, ઝૂંપડાંવાસી જેની પાસે ટી.વી. નથી, આ સાંભળ્યું નથી, જોયું નથી તેમના ગામના પાદરે, તમારા જ રોટલા-શાક-પાણી પીને આનંદ કરાવતા હોવ તો? જરૂર ત્યાં છે. તો ત્યાં વનવગડામાં તેમની શું વેલ્યુ ? કયાં માલ મલીદો મળે ? કોણ પગે લાગે ? કોણ ભગવાન કહે ? બનાવો ? તમારા કામના કલાક ના બગાડો, આ લોકોની પાછળ શા માટે ?? અરે બાવાઓ છેવાડાના ગામડે જાઓ. રાત્રે કથા કરો, પૈસા લીધા વગર તો ધર્મનું કામ કર્યું છે ગણાશે.
અછારણ તા. ઓલપાડ-ભગવતી છ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top