વડોદરા: વડોદરા શહેરના તરસાલી સ્મશાનની દૈનિય હાલત બની છે.સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય મૃતકોની અંતિમ ક્રિયા માટે આવતા સ્વજનોને ઘણી મુશ્કેલી પડી રહી છે.આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માંગ કરી હતી. જાગૃત નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગંદકી, સાફસફાઈનો અભાવ, દારૂની પોટલી, ટોઈલેટને તાળા સાથે ટોઇલેટનો સ્ટોરરુમ તરીકે ઉપયોગ, બાકડાઓ પર ધૂળ-ગંદકી ના થર, શુદ્ધ પીવાના પાણીનો અભાવ જેવી પરીસ્થીતી હોવા છતાં પાલિકાના મેયર ,ચેરમેન , સભાસદો,કમિશનર ,ડે.કમિશ્નર આરોગ્ય અમલદાર, દંડક ,માંજલપુર ધારાસભ્ય ,સાસંદ,પ્રભારી મંત્રી અને સત્તાધીશો દ્વારા આજ દિન સુધી સ્મશાનની મુલાકાત લઈ નાગરિકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી.
વડોદરા એરપોર્ટથી ગોવાની ફલાઇટ શરૂ થઈ ત્યારે વડોદરા સાસંદ કેક કટીંગ કરવા વડોદરા એરપોર્ટ પહોંચી ગયા હતા.સુરસાગર તળાવમાં આવેલી સુવર્ણ જડીત ભગવાન શંકર મહાદેવ ની મૂર્તિ પર મધપૂડો લાગી જાય છે.ત્યારે માંજલપુર ધારાસભ્ય દ્વારા તુરંત મુલાકાત લેવા માં આવે છે.15 કરોડ રૂપિયાની માતબર રકમનું આંધણ કરી ખાસવાડી સ્મશાનનું રીનોવેશન કરવાની પાલિકાના સત્તાધીશોને ચળ ઉપડી છે. રીનોવેશન પાછળ નાગરિકોના વેરારૂપે ઉઘરાવેલા રૂપિયાનો બિનજરૂરી વેફડાટ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને હાલમાં નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ જનારા પાલિકાના સત્તાધીશોને રાજધર્મ નિભાવવાની પૂર્વ વડાપ્રધાન સ્વ.વાજપાઈની સલાહ યાદ કરી રીનોવેશનમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી.