જેકલીન ફર્નાન્ડીસની હિન્દી ફિલ્મોની કારકિર્દીના રસ્તે અનેક રેડ સિગ્નલો આવી ગયા છે. ભારતીય ફિલ્મોમાં વિદેશની અભિનેત્રી મુખ્ય નાયિકા ન બની શકે પણ જેકલીન બની હતી કારણકે શ્રીલંકન લોકોના ચહેરા-મહોરા ભારતીય મૂળ ધરાવે છે. ભારતમાં જો કે શ્રીલંકાથી વધુ પાકિસ્તાની, અફઘાની ચહેરાઓ અને સૌંદર્ય ચાલી શકે. આ બધું છતાં પાકિસ્તાનની કોઈ અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં ટોપ પર પહોંચી નથી. જેકલીન જેવું ભાગ્ય ઓછાનું હોય પણ તે જરા વંઠી ગઈ અને તેમાં તેની કારકિર્દી હવે અટકી પડી છે. કોર્ટના આંટાફેરા થતા હોય અને સંગીન ગુનો હોય તો કોઈપણ નિર્માતા એવી એકટ્રેસ સાથે ફિલ્મ બનાવવામાં જોખમ જ જુએ. કેટરીના તો ભારતમાં પરણીને ભારતીય થઈ ગઈ છે.
જેકલીન પણ ભારતીય થવા માંગતી હતી પણ તેણે ખોટા માણસનો સંગ કર્યો. હમણાં જેકલીને અબુધાબી જવું હતું તો અદાલત પાસે પરવાનગી લેવી પડી. ત્યાં એક શો માટે જવાનું હતું. અનેક હિન્દી ફિલ્મોમાં આઈટમ સોંગ કરનારી જેકલીન એવા શોમાં તેના આઈટમ સોંગ જ કરતી હોય છે. જેકલીન પાસે અત્યારે ચાર ફિલ્મો છે પણ તેમાંથી કંઈ ફિલ્મમાં તે છેવટ સુધી હશે તે નક્કી ન કહેવાય. જે છે તેમાંની એક તો સલમાન અત્યારે ‘ટાઈગર-3’માં જ રોકાયેલો છે.
એટલે જેકલીન સાથેની ફિલ્મ બનશે કે નહિ તે નક્કી જ નથી. બીજી છે વિદ્યુત જામવાલ સાથેની ‘ક્રૅક’, વિદ્યુતની હમણાં રજૂ થયેલી ફિલ્મ નથી ચાલી તો આ ‘ક્રૅક’ શું આગળ વધી શકશે? એવી એક અન્ય ફિલ્મ સોનુ સુદ સાથેની ‘ફતેહ’ છે. સોનુને હીરો બનવાનું ગમે પણ જેકલીનના હીરો લેવામાં અત્યારે જોખમ છે. સોનુની સામાજીક પ્રતિષ્ઠા ઘણી અપ છે અને જેકલીનની સાવ ડાઉન છે. અન્ય એક ફિલ્મ ‘હાઉસફૂલ-5’ ગણાવવામાં આવે છે પણ તે તો એનાઉન્સમેન્ટથી આગળ વધી નથી. •