SURAT

વરાછાના યુવકની સાથે ટેલિગ્રામ પર અનોખી રીતે થઈ લાખોની છેતરપિંડી

સુરત : ટેલિગ્રામ (Telegram) ઉપર અલગ-અલગ ફિલ્મ રેટિંગના (MovieRating) ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાની લાલચે ફેક લિંક (Fake Link) મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે 14.38 લાખ પડાવના ચાર આરોપીઓને સાયબર ક્રાઈમ (CyberCrime) પોલીસે પકડી પાડ્યા છે.

  • ટેલિગ્રામમાં ટાસ્ક પૂર્ણ કરવા કમિશન પેટે પૈસા પડાવ્યા બાદ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી
  • ફિલ્મ રેટિંગના નામે ટેલિગ્રામમાં ટાસ્ક આપી 20.38 લાખ પડાવનાર ચાર ઝડપાયા

સુરતના (Surat) વરાછા એકે રોડ પર ભક્તિનગરમાં રહેતા 33 વર્ષીય અનિલભાઇ રવજીભાઇ ગજેરાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ગત 31 જાન્યુઆરી 2023 થી 4 એપ્રિલ 2023 દરમ્યાન અલગ- અલગ ટેલિગ્રામ એકાઉન્ટના ધારક તથા અલગ-અલગ બેંક એકાઉન્ટોના ધારકોએ ફેક લિંક મોકલી હતી.

અનિલભાઈના ટેલિગ્રામ એકાઉન્ટમાં આ લિંક મોકલી ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારૂ એવુ કમિશન મળશે તેવી લાલચ આપી હતી. ફિલ્મ રેટિંગના અલગ અલગ ટાસ્ક માટે કુલ 14.52 લાખ ટ્રાન્સફર કરાવી તેમજ ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરવાના કમિશન પેટે કુલ રૂ.૧૩,૭૦૦ પરત આપ્યા હતા. તેમજ ફિલ્મ રેટિંગના ટાસ્ક માટે ભરેલા 14.38 લાખ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં આરોપી અમિત નરસીંહભાઇ જીવાણી (ઉ.વ.૨૬ ધંધો-ઓનલાઇન વેપાર રહે.બી-૧૨૦૩, માધવ એલીગન્સ, માધવ પ્લેટીના રોડ પાસે, જહાંગીરપુરા, સુરત તથા મુળ તા.ગઢડા જી.બોટાદ), નિખિલ રમેશભાઇ પાનસેરીયા (ઉ.વ.૨૨ ધંધો-અભ્યાસ રહે.૧૨, નિલકંઠ સોસાયટી, વિભાગ-૦૨, લલિતા ચોકડી પાસે, કતારગામ), ભાવેશ કેશુભાઇ કાકડીયા (ઉ.વ.૩૨ ધંધો-એમ્બ્રોઇડરી રહે.એ-૫૦૧, સહજ રેસીડેન્સી, હરી દર્શનનો ખાડો, કતારગામ) ની ધરપકડ કરી છે. તથા અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂ. ૫,૯૩,૦૧૧ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા.

ઉધના ગાંધી કુટીર સોસાયટીમાં રહેતી 32 વર્ષીય સરિતાબેન યોગેશ પાટીલ દ્વારા પણ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમની પાસેથી પણ આ જ એમઓથી 6 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે પણ ગુનો દાખલ કરી આરોપી દર્શન હેમંતભાઇ દીગમ્બર દાણી (ઉ.વ.૨૧ ધંધો-નોકરી રહે. ઘર નં. ૨૦, ચોથોમાળ, કોકાટે બિલ્ડિંગ, પૂણે, મહારષ્ટ્ર) ની ધરપકડ કરી છે.

Most Popular

To Top