સુરત : સુરતના (Surat) સરથાણા ખાતે રહેતા રત્નકલાકારને (Diamond Worker) પાનના ગલ્લા (Pan Story) પર મળેલા યુવક સાથે મિત્રતા (Friend) થતા સિંગાપોર (Singapore) સ્ટુડન્ટ વિઝા (Student Visa) પર જવાનું કહીને 6 લાખ પડાવી લીધા હતા. અને બાદમાં પૈસા નહી આપી બોગસ વિઝા (Bogus Visa) લેટર વોટ્સએપ (Whatsapp) કરી છેતરપિંડી (Fraud) કરી હતી.
સરથાણા ખાતે ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ધ્રુવે મહેશભાઇ સોજીત્રા રત્નકલાકાર છે. તેણે સરથાણા પોલીસ સ્ટેશનમાં નિલેશભાઇ સુરેશભાઇ ઢોલરીયા (ઉ.વ-૨૩ ધંધો- હીરા મજુરી રહે- ઘર નં- ૫૮, શ્યામ વિલા રો- હાઉસ, વિશાલ નગરની પાછળ, સરથાણા જકાતનાકા) ની સામે ફરિયાદ નોંધાવી છે.
નિલેશભાઈ સાથે તેમની મુલાકાત એપ્રિલ 2022 માં એક પાનના ગલ્લા પર થઈ હતી. ત્યારે વાતચીતમાં જાણવા મળ્યું કે નિલેશ વર્ષ 2019 માં સ્ટુડન્ટ વિઝા પર સિંગાપોર ગયો હતો. પરંતુ ચામડીની બિમારી થતા વર્ષ 2020 માં પરત આવી ગયો હતો. ધ્રુવે પોતાને વિદેશ જવાનું હોવાની વાત કરી હતી. અને તે માટે સિંગાપોર જવાનો ટોટલ ખર્ચ 6 લાખનો થશે તેમ કહ્યું હતું. જેથી આરોપીએ તેને વિદેશમાં સ્ટ્ડી વિઝા માટે મોકલવાના બહાને તેની પાસેથી 6 લાખ રોકડા લઇ પોતાના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા સરથાણા શાખામાં જમા કર્યા હતા.
વોટ્સએપ નંબર પરથી ધ્રુવને ખોટા (બનાવટી) ICA નો વિઝા લેટર તથા STEI INSTITUTE નો કોલેજ અભ્યાસનો ઓફર લેટર મોકલી આપ્યો હતો. આ બહાર ચેક કરતા આ બોગસ હોવાની જાણ થઈ હતી. બાદમાં ઉડાઉ જવાબ આપી પૈસા પણ પરત આપ્યા નહોતા. જેથી છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અડાજણના ટ્યુશન ક્લાસ સંચાલકને 7146ના શુઝ લાખ રૂપિયામાં પડ્યા
સુરત: આનંદમહલ રોડ ઉપર આવેલી સ્નેહસંકુલ વાડીની પાછળ રહેતા ટ્યુશન ક્લાસિસના સંચાલક કપિલ ગણેશ સોનીએ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સૌકો કંપનીમાંથી સુઝ ખરીદવા માટે તેમણે રૂપિયા 7146 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતાં.
બ્લુડાર્ટમાંથી સાંજે તેમને શુઝની ડિલિવરી મળી જશે તેમ કહેવામાં આવ્યું હતું. બપોરે તેમને કુરિયર બોયનો ડિલિવરી માટે ફોન આવ્યો હતો. જો કે, તેણે કહ્યું હતું કે, ડિલિવરીની પ્રક્રિયા માટે તેમણે એક ફોર્મ ભરવું પડશે નહીં તો તેમના શુઝ પરત કરી દેવામાં આવશે એટલુ જ નહીં ઓન લાઇન 2 રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. જેથી તેમણે 2 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેમને સાંજે શુઝની ડિલિવરી પણ મળી ગઇ હતી પરંતુ આ ચક્કરમાં તેમના રૂપિયા 99,999 તેમના ખાતામાંથી ઊંચકાઇ ગયા હતાં.