સુરત: (Surat) વરાછા ખાતે આવેલા મારૂતી ચેમ્બર્સમાં ઓરિયન સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Brothel) પર પોલીસે (Police) દરોડા પાડીને એક ગ્રાહકને પકડી પાડી ચાર લલના મુક્ત કરાવી હતી. તથા સ્પાના સંચાલક અને બાંગ્લાદેશી દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે.
- વરાછા ખાતે મારૂતી ચેમ્બર્સના ઓરિયન સ્પામાં કુટણખાનુ પકડાયું, ચાર લલના મુક્ત કરાઈ
- એક ગ્રાહકની ધરપકડ, બાંગ્લાદેશી દલાલ અને ઓરીસ્સાનો સંચાલક વોન્ટેડ
એએચટીયુ સેલ દ્વારા બાતમીના આધારે ગઈકાલે વરાછા માતાવાડી સર્કલ મારૂતી ચેમ્બર્સના રાજા વડાપાઉ દુકાનની ઉપર “ઓરિયન સ્પા”માં રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન પોલીસે ત્યાંથી એક ગ્રાહક જયદિપભાઇ ગોવિંદભાઇ રંગાણી (ઉ.વ-૨૪ રહે-એ-૬૦૨,સ્કાઇ આઇકોન એપાર્ટમેન્ટ, નાની વેડ ગામ,કતારગામ) ને પકડી પાડ્યો હતો. જે શરીર સુખ માણવા માટે આવ્યો હતો.
સ્પાની આડમાં અહી કુટણખાનુ ચાલતું હતું. આ સિવાય પોલીસે સંચાલક સુમન ચન્દ્રશેખર મહંતી ઉ.વ-૨૪ ધંધો-મજુરી રહે-બીલ્ડીંગ નં-બી/૭ રૂમ નં- ૮ રાધે ક્રિષ્ણ સોસાયટી ની બાજુ માં ભીડ ભંજન તથા મુળ ગંજામ, ઓડીસા) ને તથા પિકુલ હાસુમુલ્લા (મુળ -બાંગ્લાદેશી) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સિવાય ચાર મહિલાઓને મુક્ત કરાઈ હતી. સ્પાના નામે કુટણખાનું ચલાવી દેહવેપારના ધંધા થકી ગ્રાહક પાસેથી પૈસા મેળવી 1 હજાર કમિશન મેળવતા હતા.
પાસોદરાના એક ફ્લેટમાં માતા-પુત્ર સહિત 6 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ
સુરત: પાસોદરા ખાતે આવેલા એક ફ્લેટમાં દંપત્તિ દ્વારા મહિલાઓ સહિત સંબંધીઓને ભેગા કરી જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે બાતમીના આધારે દંપત્તિ, માતા-પુત્ર, 6 મહિલાઓ સહિત કુલ 9 જુગારીઓને 1.79 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
ગઈકાલે રાત્રે પાસોદરા ગામ ખાતે ઓમ ટાઉનશીપ વિભાગ – ૦૧માં આવેલી બિલ્ડીંગ નં.બી/૧૬ ફ્લેટ નં.૨૦૪ મા રહેતા ડઢાણીયા દંપત્તિ દ્વારા કેટલીક મહિલાઓ અને માણસોને બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી સરથાણા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરીને વજુભાઇ કેશવભાઇ ડઢાણીયા (ઉ.વ.૫૮, ધંધો હીરાકામ) અને તેમની પત્ની નીતાબેન (બંને રહે.ફ્લેટ નં.૨૦૪, બિલ્ડીંગ નં.બી/૧૬, ઓમ ટાઉનશીપ વિભાગ – ૧, પાસોદરા ગામ), ભદ્રેશભાઇ કાનજીભાઇ વેગડ (ઉ.વ.૪૦ ધંધો હીરાકામ રહે- ૧૧૬ મહેશભાઇ ના ખાતામા પંડોળ કતારગામ), સ્વરાજસિંગ રણજીતસિંગ દેવડા (ઉ.વ ૨૦ ધંધો અભ્યાસ) તથા તેની માતા જશુબેન રણજીતસિંગ દેવડા (ઉ.વ ૪૫, બંને રહે-૩૦૫ ગુરુક્રુપા કોમપલેક્ષ પુણાગામ તથા મુળ રાજસ્થાન), સુનીતાબેન ધરમભાઇ પટેલ (ઉ.વ ૪૨, રહે-૪૦૨ તોરલ એપાર્ટમેન્ટ, ઓપેરા પ્રીન્સ પાસે પાસોદરા), અર્ચનાબેન રાજેશભાઇ પારેખ (ઉ.વ ૪૪, રહે- ૧૪૪ શામળા રો હાઉસ લસ્કાણા કામરેજ), અમીષાબેન ચીમનભાઇ પટેલ (ઉ.વ.૩૦, રહે-બી/૦૧/૧૦૧ ઓમ રેઝન્સી સણીયા હેમાદ ગામ), ગીતાબેન ભાવેશભાઇ ભીલ (ઉ.વ ૪૦, રહે-બી/૩૧ અયોધ્યા સોસા પુણાગામ) ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપીયા 1.56 લાખ રૂપિયા, દાવઉપરના રોકડા રૂપીયા ૨૨,૫૦૦ મળી કુલ રોકડા ૧,૭૯,૨૦૦ નો મુદ્દામાલ મળી આવતા કબજે લેવાયો હતો.