Entertainment

‘ધ કેરલા સ્ટોરી’ની અભિનેત્રીને જાનથી મારી નાંખવાની ધમકી મળી

આગ્રા: હિન્દુ યુવતીઓના ધર્માંતરણના વિષય પર બનેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી ચર્ચામાં છે, ત્યારે આ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી, પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સને ધમકીઓ પણ મળી રહી છે. પ્રોડ્યુસરને ધમકીઓ મળ્યા બાદ હવે આ ફિલ્મની એક અભિનેત્રીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં (TheKeralaStory) આસિફાનો રોલ કરનારી સોનિયા બાલાનીને (SoniaBalani) ધમકીઓ (Threat) મળી રહી છે. કેટલાક અજાણ્યાઓએ તેને જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે તો કેટલાક તેને મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. સોનિયાએ કહ્યું કે તે લગભગ 7,000 છોકરીઓને મળી છે જેમનું બળજબરીથી ધર્માંતરણ (Convert) કરવામાં આવ્યું હતું. હવે એ બધી છોકરીઓ આશ્રમમાં રહે છે.

પશ્ચિમ બંગાળમાં (WestBangal) ફિલ્મ પર પ્રતિબંધ (Ban) લગાવવાના સવાલ પર સોનિયાએ કહ્યું કે આ ખોટું છે. ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. તેણે કહ્યું કે આ પહેલા પણ આવા પાત્રો ભજવતા કલાકારોને (Actors) ધમકીઓ મળતી રહી છે. સોનિયા મૂળ ઉત્તર પ્રદેશના (UP) આગ્રાની (Aagra) છે. તે અહીં ઝુલેલાલ ભવનમાં તેના પિતા રમેશ બાલાની અને તેના પરિવાર સાથે મીડિયા સાથે વાત કરી રહી હતી.

એક સવાલના જવાબમાં સોનિયાએ કહ્યું કે તે પોતે પીડિત છોકરીઓને મળી છે. તેમની પીડા સાંભળી છે. તે છોકરીઓ વિશે સાંભળીને ખૂબ જ દુઃખી થઈ. આ છોકરીઓની વાર્તા બધાને કહેવાની હતી. તેથી તેણે ‘ધ કેરલા સ્ટોરી’માં આસિફાનું પાત્ર ભજવવાનું નક્કી કર્યું અને સ્ક્રીન પર આસિફાનું પાત્ર પૂરી ઈમાનદારીથી ભજવ્યું હતું.

સોનિયાએ કહ્યું કે વાસ્તવિક જીવનમાં તે આસિફાના પાત્રથી બિલકુલ અલગ છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે નેગેટિવ પાત્રો કરવાનાં નથી, પરંતુ હવે તેમને પડકારરૂપ ભૂમિકાઓ ગમે છે.

શું ધ કેરળ સ્ટોરીની સિક્વલ હશે?
આ સવાલ પર સોનિયાએ કહ્યું કે તેને આ વાતની મને કોઈ જાણ નથી. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. સોનિયાએ કહ્યું કે હવે દર્શકો (Audience) ફિલ્મનો (Movie) વિષય અને કન્ટેન્ટ જોવા જાય છે, સ્ટારકાસ્ટને નહીં. આ જ કારણ છે કે ‘ધ કેરળ સ્ટોરી’ને દર્શકોએ પસંદ કરી છે. મુસ્લિમ યુવતીઓને (Muslim Girls) આ ફિલ્મ પસંદ આવી છે. મુસ્લિમ છોકરીઓએ તેનો સંપર્ક કર્યો અને તેના પ્રદર્શનની પ્રશંસા કરી.

માતા-પિતાને કરી અપીલ, કહ્યું- બાળકો પર ખાસ નજર રાખો
સોનિયાએ બહાર ભણતી વિદ્યાર્થિનીઓ તેમજ તેમના માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ તેમના રૂમમેટ અને ક્લાસમેટ્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવે, કોઈનાથી ગેરમાર્ગે ન દોરાય. માતા-પિતાએ પણ તેમના બાળકો પર ચાંપતી નજર રાખવી જોઈએ.

સોનિયાએ કહ્યું કે તે ભવિષ્યમાં પણ આવી પડકારજનક ભૂમિકાઓ કરતી રહેશે. ઝુલેલાલ ભવનમાં સિંધી સમાજના લોકોએ ચાંદીનો મુગટ પહેરાવીને સોનિયાનું સ્વાગત કર્યું હતું. સોનિયા બાલાની આગ્રાની રહેવાસી છે. તેણે ફિલ્મોમાં ઓળખ બનાવતા પહેલા ટેલિવિઝનમાં કામ કર્યું છે. તે ‘ડિટેક્ટીવ દીદી’, ‘તુ મેરા હીરો’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા શોમાં જોવા મળી છે. હવે તે ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ચર્ચામાં છે.

Most Popular

To Top