કર્ણાટકે પંક્ચર પાડી દીધું. ઈશાન ભારત પછી દક્ષિણ ભારતમાં પ્રવેશવાની યોજના પર પાણી ફેરવી દીધું. એક ગોદી ફિલ્મનિર્માતા પાસે કેરળ સ્ટોરી નામની ફિલ્મ બનાવડાવીને કેરળમાં પ્રવેશવાની યોજના હતી. એ બધું તો બાજુએ રહ્યું દક્ષિણ ભારતમાંથી સમૂળગો પગ નીકળી ગયો. રામચંદ્ર ગુહા નામના ઇતિહાસકારે કહ્યું હતું કે પ્રગતિશીલ, આધુનિક જીવનમૂલ્યોમાં અગ્રેસર, વિકાસલક્ષી એવા દક્ષિણ ભારતનું ઉત્તરીકરણ થવાનો ડર હતો. ઉત્તરીકરણ એટલે ગાય, ગોબર, ઔરંઝેબ, હિંદુ-મુસ્લિમ, પ્રજાને ભયભીત રાખવી, રડાવવી, પ્રતિશોધની જ્વાળાઓ પેદા કરીને ધુણાવવી વગેરે વગેરે. કર્ણાટકનાં પરિણામોએ બતાવી આપ્યું કે દક્ષિણ ભારતનું ઉત્તરીકરણ હજુ દૂર છે. તાત્કાલિક ભય નથી.
મુકાબલો હિન્દુત્વ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો હતો. રાહુલ ગાંધી ભલે કહે કે કર્ણાટકના મતદાતાઓએ નફરતની બજારને તાળાં માર્યાં છે અને મહોબ્બતની દુકાન ખોલી આપી છે. આ આંશિક સત્ય છે સંપૂર્ણ સત્ય નથી. નફરતનું ઝેર એટલું વ્યાપક પ્રમાણમાં સિંચવામાં આવ્યું છે કે તે બહુ જલદી જાય એમ નથી. દક્ષિણમાં પણ નફરતનો જવર છે પણ પ્રમાણમાં ઓછો છે અને હવે નફરતના રથને રોકી દેવામાં આવ્યો છે.
આગળ કહ્યું એમ મુકાબલો ભ્રષ્ટાચાર અને હિન્દુત્વ વચ્ચેનો હતો અને એ રીતે તે બીજેપીની અંદર આંતરિક હતો. બીજેપીના શાસકો હિંદુ પણ છે અને ભ્રષ્ટ પણ છે અને એ બન્ને એક સાથે હોય તો હિંદુરાષ્ટ્ર ભારતીય રાષ્ટ્થી અધિક શું આપે છે સિવાય કે મુસલમાનો વિશેનો ખોફ. જેનો જન્મ જ ભ્રષ્ટાચારની કોખમાંથી થાય છે અને જેનું અસ્તિત્વ ભ્રષ્ટાચાર વીના શક્ય નથી એ સરકારી કોન્ટ્રા્ટરો રાજ્યમાં વધારે પડતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવા રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપનાં શાસકો ૪૦ ટકાનો કટ માગે છે જે અમને પરવડે એમ નથી. આવડો મોટો કટ આ પહેલાં કોઈએ માગ્યો નહોતો.
બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ (મોદી – શાહ વાંચો) વમળમાં સપડાઈ ગયું. જો મુખ્પ્રધાન બોમ્માઈને હટાવવામાં આવે તો પક્ષની અંદર મુખ્ય પ્રધાનપદ માટે કંકાસ પેદા થાય અને જીનની બોટલ ખોલવા જેવું થાય. જો બોમ્માઈને ચાલુ રાખવામાં આવે તો ૪૦ ટકાની સરકારની ઈમેજ આડી આવતી હતી. આવી અડચણના ઉપાયરૂપે તેમણે આકરા હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો. પ્રચારનો મોરચો વડા પ્રધાને પોતે સંભાળ્યો. ઇલેક્શન કમિશન, ગોદી મિડિયા, ગોદી ફિલ્મનિર્માતાઓ અને મબલખ રૂપિયા તો હતા પાસે હતા જ. વડા પ્રધાને મણિપુર અને પહેલવાનોનાં આંદોલનો તરફની ફરજ ભૂલી જઈને નવ દિવસ કર્ણાટકમાં ધામાં નાખ્યાં અને વીસ કરતાં વધુ સભાઓ કરી.
કોમવાદી પ્રચાર પણ અત્યાર સુધી કયારેય જોવા નહોતો મળ્યો એવો નિમ્ન સ્તરનો સડકછાપ હતો. ભારતના વડા પ્રધાને પોતે આવો પ્રચાર કર્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે લોકોને હજુ વધુ ખાતરી થવા લાગી કે આપણા માટે મુસલમાન છે અને ખાસ લોકો માટે ખણખણતો માલ છે. ટીપુ સુલતાનને મારનારો અંગ્રેજ નહોતો પણ વોકલિંગા હતો એવી કાલ્પનિક કથા રચવામાં આવી. હલકા પ્રચારમાં કાંઈ જ બાકી નહોતું રાખવામાં આવ્યું પણ એવો પ્રચાર બૂમરેંગ થયો. હમણાં કહ્યું એમ લોકોને ખાતરી થવા લાગી કે આપણા માટે મુસલમાન છે અને ખાસ લોકો માટે માલ છે.
આ વખતે એક નવું સમીકરણ પણ કર્ણાટકમાં જોવા મળ્યું. ગરીબ હિંદુઓએ પ્રમાણમાં કૉંગ્રેસને વધુ મત આપ્યા અથવા ગરીબોએ બીજેપીને પીઠ દેખાડી. કર્ણાટકમાં જેમને અહિંદા તરીકે ઓળખવામાં આવે છે એ પછાત કોમોના મત કૉંગ્રેસને મળ્યા. ગરીબ લિંગાયતોએ પણ મોટા પ્રમાણમા કોંગ્રેસને મત આપ્યા હતા. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે બીજેપી કરતાં કોંગ્રેસને મહિલાઓના મત વઘારે મળ્યા. અગિયાર ટકા વધુ. કારણ બહુ સ્પષ્ટ છે: ગરીબને અને સામાજિક હાંસિયની કોમોને હવે સમજાવા લાગ્યું છે કે બીજેપનાં હિંદુ રાષ્ટ્રમાં આપણા માટે મુસલમાન છે અને ખાસ ખાસ લોકો માટે માલ છે.
ગોદી મિડિયાએ ગરીબ લોકોમાં અને ખાસ કરીને પોતાનાં સંતાનના ભવિષ્યની ચિંતા કરાનારી માતાઓનાં આ બદલાતા પર્સપ્શનની કલ્પના નહોતી કરી અથવા તેમને એમ લાગતું હતું કે આપણે બધાં છીએ, પૈસા છે અને સદીના મહાપુરુષ પોતે સેનાપતિપદે છે ત્યાં કોણ હરાવવાનું! અને જો થોડી બેઠકો ઓછી પડશે તો ઓપરેશન લોટસ તો છે જ. એક વાત તો દેખીતી છે કે કોંગ્રેસ અને બીજા પક્ષો આ પર્સપ્શનને બીજાં રાજ્યોમાં લઇ જશે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ આનો ઉપયોગ કરવામાં આવશે. હિન્દુ રાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય હિંદુ માટે મુસલમાન છે.
દુનિયામાં પોતાની જગ્યા બનાવવા ઈચ્છતા તાજા તરુણ માટે મુસલમાન છે. શાસકો માલ ખાસ લોકોને આપે છે. બીજાં રાજ્યોમાં અને સામાન્ય ચુંટણીમાં કેટલી કામયાબી મળશે એ તો સમય કહેશે. બીજેપી સામે પ્રશ્ન છે કે આ બનતા, દ્રઢ થતાં અને વિસ્તરતા પર્સપ્શનને ખાળવું કેવી રીતે? મુસલમાનનો ડર વધારવામાં આવે તો તે પરસેપશનને હજુ વધુ દૃઢ કરવાનું કામ કરશે. કર્ણાટકમાં મુસલમાનનો ઓવરડોઝ નુકસાનકારક નીવડયો એ અનુભવ સામે છે. બીજો વિકલ્પ છે ધોરણસરનું શાશન પણ હવે એમાં ઘણું મોડું થઈ ગયું છે. કર્ણાટકમાં બીજી એક ચીજ જોવા મળી અને એ નાગરિક સમાજની સક્રિયતા. ઉપર કહ્યું એ પર્સપ્શન દૃઢ કરવામાં નાગરિક સમાજની સક્રિયતા અને તેની મૌલિક સર્જકતાએ મોટું યોગદાન આપ્યું છે. ૨૦૨૪ ની સામાન્ય ચુંટણી સેક્યુલર નાગરિક સમાજ અને હિન્દુત્વવાદીઓ વચ્ચે યોજાવાની છે જે રીતે ૧૯૭૭ માં કોંગ્રેસ અને નાગરિક સમાજ વચ્ચે યોજાઈ હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.