નવી દિલ્હી : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) હવે ફૂટબોલના (Football) મેદાને પોતાની જૂની હરીફાઇને હવે પાંચ વર્ષ પછી ફરી જીવંત બનાવવા જઇ રહ્યાં છે. બુધવારે સાફ ચેમ્પિયનશિપ 2023નો ડ્રો યોજાયો હતો અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ બેંગલુરુમાં 21 જૂનથી 4 જુલાઈ સુધી રમાશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ફૂટબોલ ટીમ ટૂંક સમયમાં ભારત આવશે.
બુધવારે સાફ ચેમ્પિયનશિપ 2023નો ડ્રો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત, કુવૈત, નેપાળ અને પાકિસ્તાનને ગ્રુપ-એમાં જ્યારે લેબનોન, માલદીવ્સ, ભૂતાન અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાં છે. કુવૈત અને લેબનોન દક્ષિણ એશિયાનો ભાગ નથી પરંતુ તેમને આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 21 જૂનથી 4 જુલાઈ સુધી રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ વર્ષ બાદ ફૂટબોલના મેદાન પ્રથમ મેચ રમાશે. બંને ટીમો છેલ્લે 2018 સાફ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં એકબીજા સામે રમી હતી અને ભારતે તેમાં 3-1થી પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત 13 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. વર્ષ 2021માં નેપાળને હરાવીને ભારતે આઠમી વખત આ ખિતાબ જીત્યો હતો. ડ્રો પહેલા ભારતની મુલાકાતે આવેલા અધિકારીએ કહ્યું હતું કે તેમની ટીમ ભારતનો પ્રવાસ કરશે અને ખેલાડીઓના વિઝાને લઈને કોઈ સમસ્યા થશે નહીં. પાકિસ્તાન વર્ષ 2022માં આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યું નથી. ફીફાએ તે સમયે પાકિસ્તાનના ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ મૂક્યો હતો.
SAFF કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું શેડ્યુલ
તારીખ કોની વચ્ચે મેચ ભારતીય સમય
21 જૂન કુવૈત વિ નેપાળ બપોરે 3.30 વાગ્યે
21 જૂન ભારત વિ પાકિસ્તાન સાંજે 7.30 વાગ્યે
22 જૂન લેબનોન વિ બાંગ્લાદેશ બપોરે 3.30 વાગ્યે
22 જૂન માલદીવ વિ ભૂટાન સાંજે 7.30 વાગ્યે
24 જૂન પાકિસ્તાન વિ કુવૈત બપોરે 3.30 વાગ્યે
24 જૂન નેપાળ વિ ભારત સાંજે 7.30 વાગ્યે
25 જૂન બાંગ્લાદેશ વિ માલદીવ્સ બપોરે 3.30 વાગ્યે
25 જૂન ભુતાન વિ લેબનોન સાંજે 7.30 વાગ્યે
27 જૂન નેપાળ વિરુદ્ધ પાકિસ્તાન બપોરે 3.30 વાગ્યે
27 જૂન ભારત વિ કુવૈત સાંજે 7.30 વાગ્યે
28 જૂન લેબનોન વિ માલદીવ્સ બપોરે 3.30 વાગ્યે
28 જૂન ભુતાન વિ બાંગ્લાદેશ સાંજે 7.30 વાગ્યે
1 જુલાઈ સેમી ફાઈનલ
4 જુલાઈ ફાઈનલ.