નવી દિલ્હી: 14 મેનાં રોજ તેલંગણાનાં (Telangana) કરીમનગર શહેરમાં બીજેપીના (BJP) કાર્યકરો દ્વારા હિંદુ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં હાલ વિવાદમાં ચાલી રહેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીનાં (The Kerala Story) કલાકારો તેમજ તેનાં નિર્દેશક પણ ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત આ યાત્રામાં લાખો લોકો જોડાઈ શકે તેવી પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે.
રાજ્યના બીજેપી પ્રમુખ બંદી સંજય કુમારે કહ્યું કે તેઓ હિંદુ એકતા યાત્રા માટે ખૂબ ખુશ છે. કરીમનગરનાં સાંસદે કહ્યું કે દેશમાં આતંક ફેલાવા અને લવ જેહાદને વધારવા માટે ધણાં લોકો કોશિશ કરી રહ્યાં છે. તેઓએ આ ફિલ્મને ધણું પ્રોત્સાહન પણ આપ્યું હતું અને ફિલ્મની રિલિઝ પહેલા તેને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત પણ કરી હતી. તેઓએ અદા શર્માના જન્મ દિવસે તેને શુભેચ્છા પાઠવતી એક ટ્વિટ પોસ્ટ પણ લખી હતી.જેમાં તેમણે લખ્યું હતું કે “તમારી સિનેમામાં ઉત્કૃષ્ટ કારકીર્દી હોય અને વધુ બિનપરંપરાગત સ્ક્રિપ્ટો લાવો જે આપણા સાંસ્કૃતિક નૈતિકતાને સ્પર્શે,” સંજયે કહ્યું કે તે હિંદુ એકતા યાત્રામાં મૂવી ટીમને હોસ્ટ કરવા માટે ઉત્સુક છે.
હિંદુ એકતા યાત્રામાં લગભગ એક લાખ લોકોની આવવાની સંભાવના સંજ્યે વ્યકત કરી છે. તેમણે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, તેલંગણાના બીજેપી પ્રભારી તરુણ ચુધ તેમજ અન્ય નેતાએ પણ શામિલ થશે તેવું તેમણે જણાવ્યું હતું. આ યાત્રા હિંદુઓની એકતા પ્રદર્શિત કરશે. જણાવી દઈએ કે ધ કેરળ સ્ટોરી ઉપર કોંગ્રેસ બેન મૂકવાની માગ કરી હતી જ્યારે ભાજપે આ ફિલ્મ ઉપર બેન મૂકયો ન હતો. ધણાં રાજયોમાં આ ફિલ્મ પર બેન મૂકવામાં આવ્યો છે તો ધણાં રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મે રિલિઝ થતાંની સાથે જ સારી કમાણી કરી છે.
શા માટે ફિલ્મ પર બેન મૂકવાની માગ હતી?
આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ પરિવર્તન કરવા અને તેમને ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવતી વાર્તા બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ‘ધ કેરળ સ્ટોરી’ પર ઘણો વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.