નવી દિલ્હી: વિશ્વની પ્રથમ સુપરકિડનો (Super Kid) જન્મ (Born) થયો છે. સુપર પાવરવાળો. આ સુપરબેબીને કોઈપણ પ્રકારની આનુવંશિક બીમારી (Disease) નહીં હોય. તેમ જ કોઈપણ હાનિકારક આનુવંશિક પરિવર્તન પણ નહીં હશે. કારણ કે, આ બાળક પાસે માત્ર તેનાં માતા-પિતાના જ ડીએનએ (DNA) નથી. બલ્કે ત્રીજી વ્યક્તિના ડીએનએ પણ ઉમેરાયા છે. આ બાળકનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો છે. આ બાળકને બનાવવા માટે ત્રણ લોકોના ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીએનએની વિશેષતા જાળવવા માટે આઈવીએફ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બાળકને કોઈ પણ પ્રકારની આનુવંશિક બીમારી નહીં હોય, જેની સારવાર ન થઈ શકે.
- જે ટેક્નિક દ્વારા આ બાળકનું સર્જન કરવામાં આવ્યું છે તેને એડીટી કહેવામાં આવે છે
- દાવો કરવામાં આવ્યો છે કે આ બાળકને કોઈ પણ પ્રકારની આનુવંશિક બીમારી નહીં હોય, જેની સારવાર ન થઈ શકે
- બાળક વાસ્તવમાં ત્રણ માતાપિતાનું બાળક છે, 99.8 ટકા ડીએનએ તેના માતા-પિતાના જ
જે ટેક્નિક દ્વારા આ બાળકનું સર્જન કરવામાં આવ્યું છે તેને મિટોકોન્ડ્રીયલ ડોનેશન ટ્રીટમેન્ટ (એડીટી) કહેવામાં આવે છે. આ બાળકને જન્મ આપવા માટે સ્વસ્થ મહિલાના ઈંડામાંથી ટિશ્યુ લઈને આઈવીએફ ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યો છે. જે સ્ત્રીના ગર્ભમાં તેનો જન્મ થયો છે તેના આનુવંશિક રોગોથી આ ગર્ભ સુરક્ષિત છે. એટલે કે તે માતાના શરીરમાં થતા રોગોથી પ્રભાવિત થશે નહીં. તેમ જ તેને આ રોગો થશે નહીં.
આ ગર્ભમાં જૈવિક માતા-પિતાના શુક્રાણુ અને ઇંડાનું મિટોકોન્ડ્રિયા મિશ્રિત કરવામાં આવ્યું છે. મિટોકોન્ડ્રિયા એ કોઈપણ કોષનું પાવર હાઉસ છે. માતા-પિતાના ડીએનએ ઉપરાંત, આ બાળકના શરીરમાં ત્રીજી સ્ત્રી દાતાના આનુવંશિક સામગ્રીમાંથી 37 જનીનોનો સમાવેશ થાય છે. એટલે કે, આ બાળક વાસ્તવમાં ત્રણ માતાપિતાનું બાળક છે. જોકે, આ બાળકના શરીરમાં 99.8 ટકા ડીએનએ તેના માતા-પિતાના જ છે.