Vadodara

આખરે ટ્રાફિક બુથની જાહેરાતના બોર્ડ ઉતારવાની કામગીરી કરાઇ

વડોદરા: ગરમી અને ચોમાસાના  સીઝનમાં ટ્રાફિક જવાનો રક્ષણ મળે માટે એજન્સીઓ દ્વારા ટ્રાફિક બૂથ મૂકીને તેના  પર જાહેરાતો  બોર્ડ લગાવી કરોડો રૂપિયા કમાવાતા હતા. ‘ગુજરાતમિત્ર’ દ્વારા જાહેરાતના  સમાચાર સતત પ્રસિદ્ધ કરતા પાલિકાની  ટીમે એક્શનમાં આવી હતી અને શહરમાં વિવિધ વિસ્તારમાં લગાવેલા તમામ બૂથના  બોર્ડ ઉતારવાની કામગીરી કરી હતી. જેના લઇને જાહેરાતની  એજન્સીમાં ફફડાટ ફેલાયો છે. શહેરના ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા અને વધારે માત્રામાં લોકોની  અવર જવર વાળા વિવિધ સર્કલો પર ઉભા રહેતા ટ્રાફિક જવાનો ચોમાસના વરસાદ અને ઉનાળામાં ગરમીથી બચી શકાય માટે ટ્રાફિકના બૂથ એડવર્ટાઇંઝિંગ  એજન્સીઓ દ્વારા મુકી  આપવામાં આવતા હોય છે.

પરંતુ આ બૂથ મુકવામાં પણ  એજન્સીઓ પોતાના ફાવતુ કાઢી લેતી હોય છે. જેમા  દરેક બૂથ પર એજન્સીઓ  પોતાના નામની અને અન્ય જાહેરાતના બોર્ડ લગાવીને કરોડો રૂપિયા નફો કમાઇ લેતી હોય છે. પરંતુ ટ્રાફિક બૂથ લેવામાં કોઇન પરમિશન લેવામાં આવતી નથી. માત્ર સેવાના  નામે કણ આપીને મણ કમાઇ  લેવામાં આવે છે. જમીન મિલકત વિભાગમાં ફરજ બજાવતા રાજ અને વિક્રમની જોડીની કારણે જાહેરાતના બોર્ડ લગાવવા માટે કોઇ  મંજૂર મેળવવામાં આવી ન હોવાના કારણે તંત્રની તિજોરીમાં લાગત રૂપી  આવક થઇ જોઇે તે આવતી નથી પરિણામે પાલિકને કરોડો રૂપિયાનુ નુક્સાન  વેઠવાનો વારો આવે છે.

પંરતુ એજન્સીઓને સામા્ન્ય  રોકાણ કરોડોનો નફો મળી જતો હોય છે. ત્યારે સેવાના નામે જાહેરાતના નામે ચાલતા કૌભાંડના  સમાચાર સતત ગુજરાત મિત્ર ન્યૂઝ પેપર દ્વારા  પ્રસિદ્ધ કરાતા જમીન મિલકત વિભાગ એક્શનમાં આવી ગયુ હતું અને શહેરમાં જેટલા  પણ ટ્રાફિક બૂથો પર જાહેરાતના બોર્ડ લગાવેલા હતા તે ઉતારવાનું શરૂ કર્યું હતું.
મંગળવાના રોજ સવારથી જમીન મિલકત વિભાગની ટીમ એક્શનમાં આવી હતી  અને આવી જાહેરાતો સામે સપાટો બોલાવી ઉતારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે સેવાના નામે મેવા કમાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top