National

કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત પર ઘેરાઈ કોંગ્રેસ, ચૂંટણી પંચે ‘ભ્રષ્ટાચાર દર કાર્ડ’ પર જવાબ માંગ્યો

નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસ (Congress) કમિટિની એક જાહેરાતને લઈને મામલો ગરમ થઈ ગયો છે. ભાજપે (BJP) આ મામલે કર્ણાટક કોંગ્રેસના ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધીને કાનૂની નોટિસ ફટકારી છે. ભાજપ દ્વારા ફટકારેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસની આ જાહેરાતને પાંચ મેના રોજ બીજેપી નેતા ઓમપ્રકાશ દ્વારા આયોગના ધ્યાનમાં લાવવામાં આવી હતી.

ચૂંટણી પંચે કોંગ્રેસની જાહેરાતને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કહી છે. કોંગ્રેસને આ અંગે તેની પાછળનું કારણ રજૂ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પણ નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણીપંચે આ નોટિસના જવાબ માટે 7મે રવિવારના સાંજે 7 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે નિયત કરેલા સમયમાં ચૂંટણીપંચને જવાબ ન મળશે તો તેવું માની લેવામાં આવશે કે કોંગ્રેસ પાસે કહેવા માટે કશું નથી અને પછી આ અંગે કાનૂની પ્રક્રિયા કરવામાં આવશે. આચારસંહિતાની જોગવાઈ 2 ભાગ 1 મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધી પક્ષની નીતિઓ અને મુદ્દાઓ વિશે વાત કરી શકાય છે, વ્યક્તિગત જીવન વિશે નહીં, જેને જનતા સાથે કોઈ લેવાદેવા નથી. મતલબ કે અપ્રમાણિત અને પાયાવિહોણા આરોપો પર કંઈપણ કહેવું, કરવું, પ્રકાશિત કરવું અથવા પ્રસારિત કરવું એ આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાશે.

શું છે જાહેરાત
કોંગ્રેસે ભાજપ સરકારને મુશ્કેલીનું એન્જિન ગણાવ્યું અને 2019 અને 2023 વચ્ચે રાજ્યમાં ભ્રષ્ટાચારના દરોની યાદી આપતા પોસ્ટરો અને જાહેરાતોનો સમૂહ બહાર પાડ્યા હતાં એવી જાણકારી સામે આવી છે. ચૂંટણી પંચે તેની નોટિસમાં જણાવ્યું કે અનુમાન છે કે કોંગ્રેસ પાસે સામગ્રી/અનુભવજન્ય/સત્ય સાબિત કરે તેવાં પુરાવા છે જેના આધારે આ પોસ્ટરો પ્રકાશિત કરવામાં આવ્યા છે. કમિશને કહ્યું કે જો કોઈ પુરાવા હોય તો 7મી મે 2023ના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં સ્પષ્ટતા કરો અને તેને પબ્લિક ડોમેનમાં પણ મૂકો.

ચૂંટણી પંચે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખને 7 મે, 2023 ના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં આ પોસ્ટર કયા પુરાવાઓના આધારે બનાવવામાં આવ્યું તે ચૂંટણી પંચ સમક્ષ બતાવવા કહ્યું છે, ઉદાહરણ આપતા પંચે કહ્યું હતું કે નિમણૂંકો અને બદલીઓ માટેના દર, નોકરીના પ્રકારો અને જાહેરાતમાં ઉલ્લેખિત કમિશનના પ્રકારો પુરાવા તમામ રજૂ કરવા.

Most Popular

To Top