સુરત: પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ (Western Railway) ત્રણ સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) દોડાવવાની જાહેરાત કરી છે. તેમાં મુંબઈ-બરૌની,અમદાવાદ- સમસ્તીપુર અને અમદાવાદ-દરભંદા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ત્રણ પૈકી બે ટ્રેનનો લાભ સુરતને (Surat) મળશે.
પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09061-09062 મુંબઈ-બરૌની એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી દર મંગળવારે સવારે 11.00 વાગે રવાના થઈને ગુરૂવારે સવારે 6 વાહે બરૌની પહોંચશે. પરત આ ટ્રેન દર શૂ્કરવારે બરૌનીથી રાત્રે 22.30 વાગે રવાના થઈને રવિવારે સાંજે 18.20 વાગે મુંબઈ પહોંચશે. આ ટ્રેન 9 મેથી 7 જુલાઈ સુધી દોડશે. આ ટ્રેનના કુલ 18 ફેરા હશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી,સુરત,વડોદરા, રતલામ, કોટા કાનપુર, લખનઉ, જોનપુર, વારાણસી, પાટલીપુત્ર સહિતના સ્ટેશનો પર થોભશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09413-09414 અમદાવાદ-સમસ્તીપુર એક્સપ્રેસ અમદાવાદથી દર મંગળવારે બપોરે 16.35 વાગે રવના થશે અને ગુરૂવારે સવારે 4 વાગે સમસ્તીપુર પહોંચશે. પરત આ ટ્રેન દર ગુરૂવારે સવારે 8.15 વાગે સમસ્તીપુરથી રવાના થઈને શુક્રવારે રાત્રે 22.45 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 9 મેથી 29 જુન સુધી દોડશે. આ ટ્રેનના કુલ 16 ફેરા હશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા,સુરત,નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, પ્રયાગરાત છીવકી, પંડીત દિનદયાળ ઉપાદ્યાય જંક્શન, પટના અને બરોની સ્ટેશને થોભશે.
તેવીજ રીતે ટ્રેન નંબર 09421-09422 અમદાવાદ-દરભંગા એક્સપ્રેસના 16 ફેરા હશે. આ ટ્રેન 8 મેથી 28 જુન સુધી દોડશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર જંક્શન, કિશનગઢ, જયપુર, કાનપુર, લખનઉ, ગોરખપુર, સીતમઢી સહિતના સ્ટેશનો પર થોભશે.