National

IRCTCની ઈ-ટિકિટ બુકિંગ સાઈટ ઠપ્પ, એપ પણ નથી ખુલતી, યુઝર્સ પરેશાન

નવી દિલ્હી: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. IRCTCની વેબસાઈટ આજે એટલે કે 6 મેના રોજ સવારે 10.30 વાગ્યાથી ડાઉન છે, જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC ઈ-ટિકિટિંગ સેવા બંધ થઈ ગઈ છે. આઈઆરસીટીસી વેબસાઈટની જેમ આઈઆરસીટીસી એપ પણ બંધ થઈ ગઈ છે. IRCTCની વેબસાઈટ પર મેસેજ આવી રહ્યો છે કે સાઈટની સર્વિસ મેઈન્ટેનન્સના કારણે બંધ છે. 

યૂઝર્સ સોશિયલ મીડિયા (Social media) પર સતત ફરિયાદ કરી રહ્યા છે કે સાઈટ અટકી ગઈ છે. Downdetector, એક સાઇટ જે વેબસાઇટ આઉટેજને ટ્રેક કરે છે, તેણે પણ પુષ્ટિ કરી છે કે IRCTC ડાઉન છે. જેના લીધે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ ટીકિટ બુકિંગ સહિતની તમામ સર્વિસ બંધ થઈ જતા મુસાભરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

રેલવેએ સાઈટ બંધ રહેવા અંગે અગાઉથી જ જાણકારી આપી હતી
રેલવેની વેબસાઈટ એકાએક ઠપ્પ થઈ નથી. તે અંગે રેલવે દ્વારા અગાઉથી જ જાણકારી આપવામાં આવી હતી. શુક્રવારે જ ભારતીય રેલ્વેએ કહ્યું હતું કે, ટિકિટ બુકિંગ સહિતની ઘણી સેવાઓ શનિવારે રાત્રે 11:45 વાગ્યાથી એટલે કે 6 મેના રોજ સવારે 4:15 વાગ્યા સુધી થોડા કલાકો માટે બંધ રહેશે. જોકે સવારથી જ વેબસાઈટ ઠપ્પ થઈ ગઈ છે. રેલવેએ જાહેર કર્યું હતું કે, તમામ પ્રકારની કોમ્પ્યુટરાઈઝડ ઈન્ક્વાયરી સર્વિસ બંધ રહેશે.

આ દરમિયાન, IVRS, ટચ સ્ક્રીન, કોલ સેન્ટર (ટેલિફોન નંબર-139) દ્વારા ટ્રેનો સંબંધિત કોઈપણ માહિતી ઉપલબ્ધ થશે નહીં. આ સાથે કોમ્પ્યુટર આધારિત ચાલુ રિઝર્વેશન બુકિંગનું કામ પણ બંધ કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન ન તો મુસાફરીની ટિકિટ જારી કરવામાં આવશે અને ન તો કેન્સલ કરી શકાશે. તેથી, જો તમે શનિવારે રાત્રે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો, તો રાત્રે પોણા બારથી બાર વાગ્યા પહેલાં તમારી ટ્રેન વિશે જાણ કરો. આવી સ્થિતિમાં, કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે, મુસાફરોએ તેમની ટિકિટ સંબંધિત કામ અગાઉથી નક્કી કરવું જોઈએ.

Most Popular

To Top