SURAT

સુરતના લોકોને પાસપોર્ટ કેમ જલ્દી મળતા નથી? હવે કારણ જાણવા મળ્યું…

સુરતઃ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓની બદલી દર ત્રણ વર્ષે કરવાનો નિયમ છતાં કેન્દ્રનું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ મંત્રાલય સુરત પાસપોર્ટ ઓફિસમાં (Surat Passport Office) 5 વર્ષથી લઈ 20 વર્ષથી ફરજ બજાવી રહેલાં અધિકારીઓની બદલી કરવાનું ભૂલી ગયું હતું.

30 માંથી 21 અધિકારીઓ એવા છે જેમને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ (RPO) સુરત ખાતે ફરજ બજાવતા 5,6,7,8,9,12,19,20 વર્ષ થઈ ગયા હોવા છતાં તેઓ એકના એક સ્થાને ફરજ બજાવી રહ્યાં છે.એ સ્થિતિમાં સ્થાપિત હિતો ઊભા થવા સ્વાભાવિક હોવાથી પાસપોર્ટ કચેરીના વહીવટને લઈ બુમો ઊઠી છે. 30 અધિકારીઓની ટીમ છતાં 31 માર્ચ 2023 સુધી 4850 પાસપોર્ટ પેન્ડિંગ રહ્યાં છે.

સુરત પાસપોર્ટ ઓફિસમાં એક જ હોદ્દા પર લાંબા સમય સુધી ટકી રહેલા અધિકારીઓ અંગે જાગૃત નાગરિક દ્વારા કરાયેલી માહિતી અધિકાર (RTI) એક્ટ હેઠળની અરજીના ઉત્તરમાં બહાર આવી છે. એને કારણે સુરતમાં વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. અધિકારીઓ આટલો લાંબો સમય એક જ ઓફિસમાં કયા કારણોસર રહેવાનું કારણ શું?

શું તે પ્રમોશન માટેની તકોના અભાવને કારણે છે, અથવા કોઈ અન્ય મજબૂરી છે જે તેમની બદલી કરતા અટકાવે છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ મંત્રાલયનાં બદલીના નિયમ મુજબ કોઈપણ અધિકારી, કર્મચારી 36 મહિનાથી વધુ સમય એક ઓફિસમાં નોકરી કરી શકે નહીં. માત્ર જમ્મુ-કાશ્મીર અને અન્ય કેન્દ્ર શાસિત રાજ્યોમાં 24 મહિનાનો સમયગાળો નિર્ધારિત છે.

આરટીઆઈના જવાબમાં, સુરત પાસપોર્ટ ઓફિસના CPIO, વીકે રવિન્દ્રનાથે જણાવ્યું છે કે 2022-23માં કુલ પાસપોર્ટ અરજીઓની સંખ્યા 2,09,115 હતી 1,99,467 પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. જ્યારે 4850 પાસપોર્ટ પેન્ડિંગ છે. પાસપોર્ટ કચેરીના પ્રવક્તા એ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય, ભારત સરકાર વિવિધ આરપીઓ પર જરૂરી કામના ભારણ અને સ્ટાફની અછતને ધ્યાનમાં રાખીને ટ્રાન્સફર સંબંધિત વહીવટી નિર્ણયો લે છે.

સ્થાનિકો એન્ડ મહિલાઓને ખાસ કેસ તરીકે પોતાના શહેરમાં નોકરીની તક આપે છે. અમે દરરોજ લગભગ 1200 અરજીઓ પર પ્રક્રિયા કરીએ છીએ. વિદેશ મંત્રાલય અને આરપીઓ સુરત પેન્ડન્સી ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. જોકે જાણકારો કહે છે કે, અધિકારીઓ વર્ષોથી એક જ ઓફિસમાં નોકરી કરતા હોય ત્યારે સેવાની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે. આવા અધિકારીઓને અન્ય કચેરીઓ કે વિભાગોમાં જવાની તક આપવી જોઈએ.

સુરત પાસપોર્ટ ઓફિસમાં સૌથી વધુ સમય સુધી ફરજ બજાવતા અધિકારીઓની યાદી

  • 1.જનકસિંહ આર પરમાર, મદદનીશ અધિક્ષક (ફરજ પર 11/08/2003 થી સમયગાળો (20 વર્ષ)
  • 2.ભાવના બી વાઘેલા, મદદનીશ અધિક્ષક ( 08/06/2004 થી, સમયગાળો (19 વર્ષ)
  • 3.બિનય શંકર, વરિષ્ઠ પાસપોર્ટ સહાયક ( 03/11/2010 થી, સમયગાળો (13 વર્ષ)
  • (4) લલિત કુમાર ત્રિપાઠી, વરિષ્ઠ પાસપોર્ટ સહાયક ( 09/11/2011, સમયગાળો (12 વર્ષ)
  • (5)નવનીત કુમાર, વરિષ્ઠ પાસપોર્ટ સહાયક (DoA 16/11/2011, સમયગાળો (12 વર્ષ)

હવે ખબર પડી રહી છે કે સુરતની જનતાને જલ્દી પાસપોર્ટ કેમ મળતાં નથી?
સુરત પાસપોર્ટ ઓફિસની એવી હાલત છે કે કેટલાક અધિકારીઓ 15-20 વર્ષથી સુરતમાં અટકી પડ્યા છે.એને લઈ રમૂજ થઈ રહી છે કે,હવે ખબર પડી રહી છે કે સુરતની જનતાને જલ્દી પાસપોર્ટ કેમ મળતાં નથી” જો કોઈ અધિકારી 22-23 વર્ષની ઉંમરે સરકારી નોકરી શરૂ કરે છે, તો તે વધુમાં વધુ 36 વર્ષ કામ કરે છે – જો તે તેના 15-20 વર્ષનો 50% માત્ર એક જ ઓફિસમાં વિતાવે છે, તો સમગ્ર વહીવટ,એચઆર વિભાગ એક મજાક છે! આટલા અનુભવી અને આટલા બધા અધિકારીઓ હોવા છતાં, 31મી માર્ચ 2023 ના રોજ, સુરત પાસપોર્ટ ઓફિસ પાસે 4850 પાસપોર્ટ અરજીઓ પેન્ડિંગ હતી!

Most Popular

To Top