SURAT

સુરતમાં BRTS બસના નફફટ ડ્રાઇવરોએ હદ કરી: રસ્તો ક્રોસ કરતી 9 વર્ષની બાળાને અડફેટે લીધી

સુરત: સિટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસના ડ્રાઇવરો બેદરકારથી બસ હંકારીને અન્યોની જીંદગી જોખમમાં મૂકી રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનામાં આ પ્રકારના બનાવોમાં વધારો થયો છે. બીઆરટીએસના નફફટ ડ્રાઈવરોએ છેલ્લાં કેટલાય સમયથી અકસ્માતો (Accident)કરવામાં હદ વટાવી દીધી છે, માતેલા સાંઢની જેમ બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોષ નાગરિકોને અડફેટે લે છે.

ગઈકાલે ગુરુવારે સવારે પણ ખરવરનગર પાસે રસ્તો ક્રોસ કરતી શ્રમજીવી પરિવારની 9 વર્ષની બાળકીને સિટી બસના ડ્રાઇવરે અડફેટે લેતા બાળકીને પગના ભાગે ગંભીર ઇજા થઈ છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ખરવરનગર પાસે રમેશ પંડીત પરિવાર સાથે પડાવ નાખીને રહે છે. તેમની 9 વર્ષની દીકરી આરતી ધોરણ – 2 માં અભ્યાસ કરે છે. આરતી સવારે 8.45 વાગે કપડા લેવા જતી હતી. તે ખરવરનગર પાસે રસ્તો ઓળંગતી હતી ત્યારે એક સિટી બસના ડ્રાઇવરે પૂરઝડપે અને બેદરકારીથી બસ ચલાવીને આરતીને અડફેટે લીધી હતી. આરતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેને પગના બાગે ઇજા થઈ છે. આરતીને એક મોટો ભાઈ છે. આરતી નવા પિતા કલરકામ કરે છે.

અગાઉ પૂણામાં રસ્તો ક્રોસ કરતા યુવકને બીઆરટીએસના બસ ડ્રાઇવરે અડફેટે લીધો હતો
સુરત : અગાઉ પૂણા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતા યુવકને બીઆરટીએસ બસના ડ્રાઇવરે અડફેટે લેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા 40 વર્ષિય ભગવાનભાઈ જુલાલ સનેર 24 મી એપ્રિલે કામ અર્થે પરવત પાટિયા પૂણા વિસ્તારમાં ગયા હતા. તેઓ કેનાલ રોડ પર બીઆરટીએસ રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવરે ભગવાનભાઈને જોરથી ટક્કર મારી હતી. ભગવાનભાઈને ગંભીર ઇજા થતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Most Popular

To Top