SURAT

કીમ-સાયણ વચ્ચે રેલવે બ્રિજના બ્લોકને કારણે રવિવારે અનેક ટ્રેનો રદ્દ

સુરત: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા (Vadodra) ડિવિઝનમાં કીમ (Kim) અને સાયણ (Sayan) સ્ટેશનો વચ્ચે અપ લાઇન ઉપર 30મી એપ્રિલના રોજ પુલનું મજબૂતીકરણ કરવા માટે એન્જિનિયરિંગ બ્લોક (Block) લેવામાં આવશે. જેના કારણે ભરૂચ-સુરત સહિતની ટ્રેનોને અસર થનાર છે. અનેક ટ્રેનોને આંશિક રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનો નિયત સમય કરતાં મોડી દોડશે તેવું રેલવે તંત્રએ જાહેર કર્યું છે.

  • બ્રિજના મજબુતીકરણ માટે બ્લોક લેવાતાં સુરત-ભરૂચ વચ્ચે અનેક ટ્રેનોનો સમય ફેરવાશે
  • લોકલ, મેમૂ સહિતની ટ્રેનો રદ્દ, લાંબા રૂટની ટ્રેનો મોડી રહેશે

જે ટ્રેનોને અસર થનાર છે, તેમાં ટ્રેન 09162 વડોદરા-વલસાડ રદ રહેશે. ટ્રેન નંબર 09158 ભરૂચ-સુરત મેમૂ રદ રહેશે. ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા રદ રહેશે. ટ્રેન નંબર 19101 વિરાર – ભરૂચ, સુરત – ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19020 હરિદ્વાર – બાંદ્રા ટર્મિનલ્સ વડોદરા-કોસંબા વચ્ચે 1 કલાક 10 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ વડોદરા-કોસંબા વચ્ચે 40 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી -બાંદ્રા ટર્મિનસ વડોદરા-કોસંબા વચ્ચે 30 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ સુરત અને સાયન વચ્ચે 2 કલાક 15 મિનિટ મોડી પડશે.

ટ્રેન નંબર 20906 રીવા – એકતાનગર સુરત – સાયણ વચ્ચે 2 કલાક 15 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12471 સ્વરાજ એક્સપ્રેસ વાપી અને સાયણ વચ્ચે 1 કલાક 50 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 19015 મુંબઈ – પોરબંદર નવસારી અને સાયણ વચ્ચે 1 કલાક 25 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12216 બાંદ્રા – દિલ્હી સરાય રોહિલ્લા નવસારી અને સાયણ વચ્ચે 1 કલાક 5 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 12217 કોચુવેલી – ચંદીગઢ નવસારી અને સાયણ વચ્ચે એક કલાક મોડી પડશે. ટ્રેન નંબર 12925 પશ્ચિમ એક્સપ્રેસ નવસારી અને સાયણ વચ્ચે 45 મિનિટ મોડી પડશે. ટ્રેન નંબર 09079 સુરત વડોદરા મેમુ સુરત અને સાયણ વચ્ચે એક કલાક મોડી ઉપડશે. ટ્રેન નંબર 09005 વાપી – ઇજ્જતનગર સમર સ્પેશિયલ વાપીથી 2 કલાક મોડી ઉપડશે.

Most Popular

To Top