મુંબઈ: આઈપીએલ(IPL)માં ખેલાડીઓ મેદાન પર પોતાની પ્રતિભા બતાવી ચાહકોના દિલ જીતી રહ્યા છે. ત્યારે કેટલાક એવા પણ ખેલાડીઓ છે કે જે ખરાબ પ્રદર્શનને કારણે ટ્રોલ થઈ રહ્યા છે. આવા જ એક ખેલાડી કેએલ રાહુલ(Kl Rahul) છે. કેએલ રાહુલને મેદાન પર પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ટ્રોલનો(troll) સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સુનીલ શેટ્ટી(sunil shetty) પોતાના જમાઈના બચાવમાં આગળ આવ્યા છે.
IPLમાં ખરાબ પ્રદર્શનને કારણે કેએલ રાહુલને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. કેએલ રાહુલના બચાવમાં સુનીલ શેટ્ટી આગળ આવ્યા છે. સુનીલ શેટ્ટીએ એક વાતચીત દરમિયાન કહ્યું કે, હું જિંદગીમાં ટ્રોલ થતો રહ્યો છું, મને પણ ખરાબ એક્ટર કહેવામાં આવ્યો છે. અમે પોતાની મરજીથી આ ફિલ્ડમાં આવ્યા છીએ. કેએલ રાહુલ દેશ માટે રમે છે. દેશ માટે રમવુ અને તેના માટે સિલેક્ટ થવુ તે સમ્માનની વાત છે. તેમણે વધારે કહ્યુ, સામાન્ય જીવનમાં એવુ થાય છે જ્યાં એક સમય તમે ગિલ્ટી ફિલ કરો છો તો બીજા જ ક્ષણે પ્રાઉડ ફિલ કરો છો. ટ્રોલ કરવાવાળા કોણ છે? તેની કેટલી અહેમીયત રાખે છે? ક્યારેક મને આવા લોકો પર દયા આવે છે.
સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલની વખાણ કરતા કહ્યુ કે, રાહુલને મારા પરિવારનો ભાગ બનાવીને મને ગર્વ ફિલ થાય છે. હું તેમનો પહેલાથી જ ફેન છુ. સુનીલ શેટ્ટીએ આગળ કહ્યુ કે, ઘણા લોકો આવી પરીસ્થિતિમાંથી પસાર થતા હોય છે. તેમને શિખવુ જોઈએ કે જીવન આટલું સિમીત નથી. રાહુલ જ્યારે 11 વર્ષના હતા ત્યારથી ક્રિકેટ રમી રહ્યા છે. મને તેમની રમત ખુબ જ પસંદ છે. મારા કે રાહુલના કહેવાથી કઈ નહીં થાય. રાહુલે પ્રેક્ટિસ કરી પોતની સામે આવતા ખોટા સવાલોનો જવાબ મેદાન પર પોતાની રમતથી આપવો પડશે.
ગઈ કાલે રમાયેલી પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચેની મેચમાં લખનૌએ આપીએલમાં પાંચમી જીત મેળવી. કેએલ રાહુલે 9 બોલમાં 12 રન બનાવ્યા. રાહુલને લખનૌ માટે પનોતી ગણાવામાં આવ્યા છે. રાહુલના આ સિઝનના આંકડાની વાત કરીએ તો, આ સિઝનમાં તેમણે 8 મેચમાં માત્ર 274 રન બનાવ્યા છે અને 114.64નો સ્ટ્રાઈક રેટ છે.