Charchapatra

ક્રુર શાસક ઈદી અમીન સામે ગુજ્જુ દલિત ડોક્ટરની માનવતા

યુગાન્ડાના કાળમુખા એ 1972માં ક્રુર શાસક ઈદી અમીને એક ફતવો બહાર પાડ્યો કે આફ્રિકા સિવાયની તમામ પ્રજા ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી એવા તમામ નાગરિકો માલ, મિલકત, ધંધાઓ લુંટીને જપ્ત કરી દીધા. કાળીયા હબસી લશ્કરે એશિયનો પર પારાવાર અત્યાચાર કર્યા. એમાં ગુજરાતીઓ પણ બે હાથ જોડીને ભાગી છૂટ્યા. કોઈનો સરખો સમય રહેતો નથી. લશ્કરી શાસનનો અંત આવે છે. ઉંમર અને કર્મો કોઈ પણ ચમરબંધ સત્તાધીશને છોડતા નથી. ખોટું કરનારા ચેતી જજો. ઈદી અમીન કિડનીની જીવલેણ બિમારીમાં સપડાયો, સાઉદીમાં અદ્યતન હોસ્પિટલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ થઈ. બચાવવા ઢગલો રૂપિયા ખર્ચાયા. ચારે બાજુથી વિશ્વની શ્રેષ્ઠ સ્પેશીયાલીસ્ટ બોલાવાયા જેમાં પોરબંદરની ડો.વાસંતી મકવાણા એક દલિત પરિવારની દિકરી ઇંગ્લેન્ડમાં ભણીને મિશનરીઓના મદદથી કેનેડા વધુ ભણવા ગઈ.

એ નાની હતી ત્યારે એના માતાપિતા સાથે ઈદી અમીનના લશ્કરે હાંકી કાઢેલી આ નામાંકિત ડોક્ટરે બેને ઈદિ અમીનનું જોખમી હીમોડાયાલીસીસ તાબડતોબ કર્યું. કરોડો રૂપિયાની ફીમાંથી એક પણ રૂપિયો લીધા વગર કેનેડામાં ફક્ત સારવાર કરી. ઈદી અમીને એ લેડી ડોક્ટરને બે હાથ જોડી કહ્યું. તમારા હિસાબો હું બચ્યો. નવા શ્વાસ લઈ શકુ છું. તમે મારા ભગવાન છો તમારી ફી લઈ લો. બેને કહ્યું જે માણસે સત્તાના મદ અને ગુમાનમાં અમને રડતા કકડતા કાઢ્યા હતા મારા માતા-પિતા, દાદા-દાદી ગુજરી ગયા.

તેઓનો આત્મા તમને કદીયે માફ નહીં કરે. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિનું લોહી છુ એટલે તમને માફ કરી દીધાં છે. મેં મારી પવિત્ર ફરજ બજાવી છે. પણ વેર ભાવના-બદલાની ભાવના રાખતી નથી. મેં ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો છે. વિશ્વનો અતિ ક્રુર સત્તાધીશ રડી પડેલો-ફોન પર વારંવાર ડોક્ટરની રડતા રડતા માફી માંગી. માફી માંગીને મને શરમાવશો નહીં. ડો.વાસંતીબેન હવે ભજનો સાંભળે છે ને દર્દીઓની દિલથી સેવા કે છે. લાખ લાખ સલામ વાસંતીબેનને.
સુરત     – ભગુભાઈ સોલંકી- – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top