કોલકાતા : આઇપીએલમાં (IPL) આવતીકાલે શનિવારે અહીંના ઇડન ગાર્ડન્સ પર ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે જ્યારે ગુજરાત ટાઇટન્સની (GT) ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ કેકેઆર સામે મળેલા પાછલી હારને ભુલીને હાલની પોતાની વિજયની રિધમ જાળવી રાખવા માગશે, આ તરફ ચાર મેચ હાર્યા પછી રોયલ ચેલેન્જર્સ સામે જીત મેળવીને પોતાનું અભિયાન પાટે ચઢાવ્યું છે અને તેઓ ગુજરાત ટાઇટન્સ સામેની બીજી મેચ પણ જીતવા માગશે.
કેકેઆર માટે સમસ્યા એ છે કે તેના બે ઓલરાઉન્ડર સુનિલ નારાયણ અને્ આન્દ્ર રસેલ હજુ પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. તેમના માટે કેપ્ટન નીતિશ રાણા, રિન્કુ સિંહના પ્રદર્શનમાં જ સાતત્ય જોવા મળ્યું છે. વેંકટેશ અય્યર પણ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. જ્યારે જેસન રોય બે મેચ રમીને બંને મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો છે.