National

ધરણા પર બેઠેલી મહિલા રેસલર્સ પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો શું છે માંગણીઓ

નવી દિલ્હી: આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે દેશના ટોચના કુસ્તીબાજોએ (Wrestlers) કડકડતી ઠંડીમાં ભારતીય રેસલિંગ એસોસિએશનના (Indian Wrestlers Association) પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ (BrijBhushan Sharan) અને કોચ સામે મોરચો ખોલ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. આ પછી, સરકારે તરત જ કુસ્તીબાજો સાથે વાત કરવાનું શરૂ કર્યું અને વિરોધ સમાપ્ત કરવા માટે એક તપાસ સમિતિની રચના કરી. પરંતુ એ જ કુસ્તીબાજો ફરી એકવાર પોતાની જૂની માંગણીઓ માટે રસ્તા પર ઉતરી વિરોધ (Protest) કરી રહ્યા છે, જે આજે પણ ચાલુ છે.

કુસ્તીબાજોએ જણાવ્યું હતું કે, તેમને એક મહિનામાં કાર્યવાહીનું આશ્વાસન અપાયું હતું પરંતુ હવે ત્રણ મહિના પછી પણ તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી અને સરકાર દ્વારા કુસ્તીબાજોને આપવામાં આવેલી ખાતરી ખોટી નીકળી છે. તેથી મહિલા ખેલાડીઓ ફરી એકવાર ધરણાં પર બેઠી છે અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

કોર્ટમાં સગીર સહિત છોકરીઓ તરફથી કલમ 32 હેઠળ રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે.જેમાં દિલ્હી પોલીસ કમિશનરને FIR નોંધવા નિર્દેશ માંગવામાં આવ્યો છે. SCએ આવતીકાલે આ મામલે ઉલ્લેખ કરવાનું કહ્યું છે. હાલમાં આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

દરમિયાન રેસલર્સે NCW રેખા શર્મા સાથે વાત કરી છે. તેણીએ કુસ્તીબાજોને ખાતરી આપી છે કે તે પોલીસ અધિકારીઓ સાથે વાત કરશે અને ફરિયાદની નકલ પ્રાપ્ત કર્યા પછી જોશે કે શા માટે એફઆઈઆર નોંધવામાં આવી નથી.

સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સિંહ પર કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે રમતગમત મંત્રાલય દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિનો રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટના તારણોના આધારે દિલ્હી પોલીસ આગળની કાર્યવાહી કરશે.

સરકાર પર પોતાના વચનો પાળવાનો આરોપ લગાવતા કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ અહીં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને બેઠા છે. વિનેશ ફોગાટે કુસ્તીબાજોના ધરણાનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, ‘મધ્યરાતે ખુલ્લા આકાશ નીચે ન્યાયની આશામાં પોડિયમથી ફૂટપાથ સુધી.’

કુસ્તીબાજ પહેલવાનોની આ માંગણી છે
કુસ્તીબાજોની માંગ કુસ્તીબાજોની માંગ છે કે WFI ચીફ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોની તપાસ કરતી મોનિટરિંગ કમિટીના રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવે. આ અંગે દિલ્હીના કનોટ પેલેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિના દરમિયાન કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનને વિખેરી નાખવાની માંગ કરી હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી હતી. મેરી કોમની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં અલકનંદા અશોક ઉપરાંત ડોલા બેનર્જી, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને 2 વકીલોના નામ સામેલ હતા. સમિતિએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જે હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top