Charchapatra

પૂનમ ભરવા શ્રીનાથજી જનારાં આસ્થાળુઓને થોડાં સૂચનો

મારી આજુબાજુના વર્તુળમાં જ એવાં ઘણાં છે કે દર પૂનમ ભરવા માટે શ્રીનાથજી જાય છે. રાત્રે દસ વાગ્યા પછી નીકળે અને સવારે મંગળાના દર્શનનો આગ્રહ રાખે. આવા સુરત-વડોદરા અને મુંબઈથી દર પૂનમે લગભગ 5 થી 7 હજાર લોકો પૂનમ ભરવા જાય છે. ભગવાન શ્રીનાથજી થકી વિનંતી કરું છું કે એક દિવસ વધારે થશે, પણ આ ટેવ-કુટેવને બદલો જાન જોખમમાં નહીં નાખો. ઉજાગરામાં ક્યારે ઝોકું આવી જાય અને દુર્ઘટના સર્જાય એની કલ્પના તમને નથી. ઘણાં એવાં છે જેમની આંખ હજુ ઉઘડતી નથી. ઘણાં કહે છે કે અમે ડ્રાઈવરને લઈ જઈએ છીએ. અરે, મારા મોટા ભાઈ ડ્રાઈવર પણ માણસ છે, રોબોટ નથી. માણસને ઓછામાં ઓછી 6 અને વધારેમાં વધારે 8 કલાકની ઊંઘ જોઈએ છે.

જેથી મગજનું સમતુલન જળવાયેલું રહે. લાંબા રૂટની લકઝરી બસમાં પણ એક રૂલ બનાવો કે બે ડ્રાઈવર અચૂક હોવા જોઈએ. તેનું RTO ચેકપોસ્ટ પર ચેકિંગ કરાવો જેથી ઘણાં મુસાફરોની જિંદગીની સલામતી રહેશે અને જીવ બચી જશે. સૌ વૈષ્ણવોને અને શ્રીનાથજીનાં ભક્તોને વિનંતી કરુ છું કે પલભરમાં ક્યારે શું થઈ જાય તે નક્કી નહીં એટલે રાત્રી ડ્રાઈવીંગ ટાળો. સફરને સલામત બનાવો. રાત્રી ઉજાગરા કરનાર માણસને બ્રેઈન સ્ટ્રોક અને એટેકનું પ્રમાણ વધુ હોય છે. સાવધાન રહો, સચેત રહો.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

7/12નો ઉતારો, ભલા વેઠ શીદ ઉતારો
ગુજરાત સરકાર ટેકનોલોજીની મહાલક્ષ્મી માતાની આરાધનામાં ડ્રોન સરવે મારફત ડીજીટલ રેકર્ડ તો બનાવી દીધો. પ્રજાના કરોડો રૂપિયાનું સર્વેક્ષણ પછી ખેડૂતોએ ભલે અલગ અલગ કરાવવું પડે છે. તેમાં ઓનલાઇન અર્જન્ટ ફી રૂટ 1800 ભરાવ્યા પછી ધરતી પરના સરવે અનઆકાશી ડ્રોનના સરવેનો મેળ ન પડે એટલે ફરી એણે ફેર સરવે કરાવવા અરજ ગુજારવાની અને તારીખ પે તારીખ અને ધક્કા પર ધક્કાનો હિસાબ ખેડૂતે જગતના તાત તરીકે જાતે જ રાખવાનો?
ધરમપુર           – ધીરુ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top