Vadodara

મીઠી મધ કેસર કેરીનું ધામકેદાર આગમન

વડોદરા: ફળોની રાણી એટલે કેસર કેરી અને ફળો નો રાજા એટલે હાફુસ કેરી કેસર કેરી સામાન્ય રીતે મોટાભાગના લોકો તેઓની આતુર સાથે રાહ જોતા હોય છે અને તેમનો અંત આવી ગયો છે. કેસર કેરીનું વડોદરા માં આગમન થઇ ગયું છે વડોદરા ખડેરાવ માર્કેટ વિવિધવત સામાન્ય ભાવ સાથે આગમન થતા કેરી ના રસિયાઓ માં ભારે આનંદ જોવા મળ્યો છે. કેસર ના આગમન સાથે સામાન્ય ભાવ પ્રતિ કિલો 140 થી લઈ ને 170 જોવા મળ્યો હતો. 10 કિલો કેસર કેરી બોક્સ ના વડોદરા માં 1200 થી 1400 રૂપિયા જોવા મળ્યા છે ગુજરાત સહિત દેશભરમાં તાલાળાની કેસર કેરીનું ખૂબ જ જાણીતી છે.

સ્વાદ શોખીન ગણાતા વડોદરા શહેર માં કેસર કેરીનું આગમન થયું છે બદામ જેટલી મોંઘી બની કેસર કેરી જોવા મળી છે. વડોદરા શહેર જિલ્લાની અંદર કેસર કેરી અને બદામ કેરીનું આગમન થયું છે બંને કેરીનો ભાવ 100થી 170 સુધી બોલાયો છે.કમોસમી વરસાદ પડવાને કારણે પાક નુકસાની પણ થઈ છે. ગુજરાતમાં કેરીના ઉત્પાદન તરીકે અમરેલી ,ગીર, સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જિલ્લો મુખ્યત્વે ભાગ ભજવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી વિદેશમાં કેરીનો નિકાસ પણ થાય છે જો કે તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો નથી વડોદરા જિલ્લાની અંદર કેસર કેરી140 થી 170 અને બદામ કેરીનો ભાવ રૂ.100 થી રૂ.150 સુધી બોલાયો છે વડોદરા જિલ્લા ના તાલુકાઓમાં બાગાયતી પાક તરીકે કેરીનો પાક લેવામાં આવે છે. આ વર્ષે કમોસમી વરસાદ પડવાને કારણે તેમજ બે વર્ષ પહેલાં વાવાઝોડામાં વૃક્ષોને મોટું નુક્સાન થતા આ વર્ષે ઘર આંગણ ની કેરી જોવા મળતી નથી.

કેરીને ખાવાની રીત
ઉનાળો એ ફળોના રાજા કેરીની ઋતુ છે. મીઠી અને રસદાર કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકથી માંડીને , વડીલો દરેક તેના રસિયા હોય છે. કેરીને ચૂસીને કે કાપીને કે જ્યુસ કાઢીને ખાઈ શકાય છે પરંતુ શું તમે જાણો છો કે કેરી ખાવાની સાચી રીત કઈ છે.

પ્રથમ શું ભાવ હતો
માર્ચ મહિનાની 3 જી તારીખે કેસર કેરી નું પ્રથમ આગમન થયું ત્યારે જુનાગઢ યાર્ડમાં કેસર કેરીના 40 બોક્સની આવક થઈ હતી. યાદમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3,000 સુધીના ભાવ બોલાયા હતા. 20 કિલોનો 7 હજારથી 12 હજારનો ભાવ બોલાયો હતો.

નવાબી કાળમાં કેસર કેરીનો વિકાસ
જૂનાગઢના નવાબ મહાબત ખાન- બીજાના વખતમાં ‘સાલેભાઈની આંબડી’ તરીકે ઓળખાતી કેરી મહાબતખાન-ત્રીજાના વખતમાં કેવી રીતે ‘કેસર’બની એની કહાની પણ કેસર જેવી જ રસાળ છે. કેસર કેરીનાં મૂળ (એટલે કે કલમો) નવાબી કાળમાં નખાયાં હતાં. જેનો સ્વાદ દાઢે વળગ્યો છે એ કેસર કેરી માટે જૂનાગઢના નવાબનો આભાર માનવો રહ્યો.

Most Popular

To Top