Vadodara

મૈ નશેમેં હું.. દારૂની મહેફિલ માણતા મહિલા-પૂરુષો મળી 7 નબીરા ઝડપાયા

વડોદરા: ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી રેસિડન્સીમાં  ચાલતી દારૂની મહેફીલ  પર પાણીગેટ પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં  પૂરુષો અને મહિલાઓ મળી 7 લોકોની ઝડપી પાડવામાં આવ્યા હતા.  પાણીગેટે પોલીસ સ્ટેશનનો ગુરુવારે સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે  કંટ્રોલરૂમ તરફથી  બાતમી મળી હતી કે ડભોઇ વાઘોડિયા  રિંગ રોડ પર આવેલા  જિલ રેસિડેન્સીના બીજા માળે   ફ્લેટ નં.203માં કેટલાક મહિલાઓ અને પૂુરૂષો  દારૂની મહેફિલ માણી રહ્યા છે.

ના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનોએ બાતમી મુજબના મકાનમાં દરો઼ડો પાડ્યો હતો. પોલીસની રેઇડના  પગલે ત્યાં દોડધામ મચી ગઇ હતી. જોકે મહિલાઅ્ને પુરૂષ મળી 7 લોકો મેષાબેન  કૈલાષ  રાજપૂત, જ્યોતિ દિલીપ માખીજા, ઝેરી કિષ્ણા કુવર, જયદીપ રાઉલજી, વિશાલ નવનીતગીરી  ગોસ્વામી, કિશન નરેન્દ્ર પટેલ, કલ્યાણી ઉર્ફે કાવ્યા માલદીવ સોલંકી  પોલીસના  હાથમાં આવી ગયા હતા. જેથી પોલીસે તમામની  અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રેે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયધી દારૂની મહેફીલ ચાલતી હતી. જેનાથી અન્ય સ્થાનિક લોકો પણ પરેશાન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top