Vadodara

સફાઈ બાદ વિદ્યાર્થીઓ દ્વારા કચરો નાખવા બદલ લિટલ ફ્લાવર સ્કૂલને નોટિસ

વડોદરા: સ્વચ્છતાના આગ્રહી એવા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજરોજ શહરની લિટલ ફ્લેવર સ્કૂલને નોટિસ બજાવી છે. પાલિકાએ સફાઈ કર્યા બાદ આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાગળિયા ફાડી મોટા પાયે કચરો નાખવામાં આવ્યો હતો જે બદલ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે શું પાલિકા સ્વચ્છતા બાબતે બે ત્રાજવા રાખે છે તેમ ચર્ચાઈ રહ્યું છે. ગંદકી કરવી એ ન જ શાખી લેવાય પરંતુ જે જાણી ને ગંદકી રખતા હોય તેઓ સામે પગલાં ભરવામાં પાલિકા કેમ પાછીપાની કરે છે તેમ ચર્ચાઈ રહ્યું છે.

શહેરની લિટલ ફ્લેવર સ્કૂલ નજીક આજે સવારે સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાના બાળકોએ વેકેશન પડી જવાથી કેટલાક પુસ્તકો અને કાગળિયા ફાડી ત્યાં કચરો નાખ્યો હતો. અને ગંદકી કરવામાં આવી હતી. જો કે વોર્ડ નંબર 13 ના વોર્ડ ઓફિસર ભીમાભાઇ વસાવા તુરત જ એક્શનમાં આવી ગયા હતા અને તેઓએ તાબડતોબ શાળાને નોટિસ ફટકારી દીધી હતી. વિદ્યાર્થીઓને નોટિસ ન આપી શકાય તે માટે શાળાને નોટિસ પાઠવી જો કે આ બાબત ખરેખર પ્રસંશનીય છે.

કારણ કે શહેરને ચોખ્ખું રાખવાની જવાબદારી સહુ નગરજનોની છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી પાલિકા ની જ છે આજે જે પગલાં ભરાયા તે હંમેશા લેવાવા જ જોઈએ. પરંતુ જો બીજી બાજુ જોઈએ તો પાલિકા પાલન કરાવવાના મુદ્દે બે ત્રાજવા કેમ રાખે છે. એક તરફ ડોર ટુ ડોર સેવાના સંચાલકો સાંજે 5 કલાકે જે સાઈટ સાફ કરવાની હોય તેને બીજા દિવસે સવારે 10 કલાક સુધી પણ નથી કરતા અને અસહ્ય ગંદકી રાખે છે તેઓ સામે પાલિકાને સોફ્ટ કોર્નર કેમ છે તેઓ સામે કેમ કોઈ પગલાં નથી ભરાતા તે પણ સવાલો ઉભા થાય છે. ત્યારે પાલિકા સહુ માટે સરખા નિયમો રાખે તે શહેરના હિતમાં છે.

Most Popular

To Top